ત્રણ મુમુક્ષુઓનો દીક્ષા મહોત્સવ સંપન્ન : વીર પ્રભુના માર્ગે

19 November 2019 12:43 PM
Rajkot Dharmik
  • ત્રણ મુમુક્ષુઓનો દીક્ષા મહોત્સવ સંપન્ન : વીર પ્રભુના માર્ગે
  • ત્રણ મુમુક્ષુઓનો દીક્ષા મહોત્સવ સંપન્ન : વીર પ્રભુના માર્ગે
  • ત્રણ મુમુક્ષુઓનો દીક્ષા મહોત્સવ સંપન્ન : વીર પ્રભુના માર્ગે
  • ત્રણ મુમુક્ષુઓનો દીક્ષા મહોત્સવ સંપન્ન : વીર પ્રભુના માર્ગે
  • ત્રણ મુમુક્ષુઓનો દીક્ષા મહોત્સવ સંપન્ન : વીર પ્રભુના માર્ગે
  • ત્રણ મુમુક્ષુઓનો દીક્ષા મહોત્સવ સંપન્ન : વીર પ્રભુના માર્ગે
  • ત્રણ મુમુક્ષુઓનો દીક્ષા મહોત્સવ સંપન્ન : વીર પ્રભુના માર્ગે
  • ત્રણ મુમુક્ષુઓનો દીક્ષા મહોત્સવ સંપન્ન : વીર પ્રભુના માર્ગે

કોલકત્તા ખાતે રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.ની પાવન નિશ્રામાં : મુમુક્ષુ હિરલબેન બન્યા નૂતન દીક્ષિત પૂ.પરમ નિમસ્વીજી મહાસતીજી, મુમુક્ષુ ચાર્મીબેન બન્યા પૂ.પરમ સહજતાજી મ. તથા મુમુક્ષુ ક્રિષ્નાબેન બન્યા પૂ. પરમ આત્મીયાજી મ. : તા.24ના વડી દીક્ષા

રાજકોટ તા.19
પરમ પૂણ્યશાળી અને ભાગ્યશાળી શ્રી કોલકાતા જૈન શ્વેતાંબર સ્થાનકવાસી ગુજરાતી સંઘ-નવલખા ઉપાશ્રય, બડા બજાર તેમજ પારસધામના ઉપક્રમે અને શ્રી કામાણી સંઘ, શ્રી ટોલીગંજ સંઘ, શ્રી હાવડા સંઘ, શ્રી લીલવા સંઘનાં સહયોગે આયોજિત18/11/19 ના ત્રણ - ત્રણ મુમુક્ષુ આત્માઓનો ઐતિહાસિક સંયમ મહોત્સવ સંપન્ન થયો.
છેલ્લા પખવાડીયાથી સમસ્ત પૂવે ભારત સ્થા.જૈન સંઘના ભાવિકોએ કોલકત્તામાં સંયમમય માહોલનું સજેન કરી દિધેલ.મુમુક્ષુ હીરલબેન જસાણી,મુમુક્ષુ ચાર્મીબેન સંઘવી તથા મુમુક્ષુ ક્રિષ્નાબેન હેમાણી ત્રણ - ત્રણ આત્માઓની દૈદિપ્યમાન મહાભિનિષ્ક્રમણ યાત્રા નીકળેલ. ભવ્યાતિભવ્ય શોભાયાત્રા કોલકત્તાના ઈતિહાસમાં સૌ પ્રથમવાર નીકળેલ.દશેનીય શોભાયાત્રામાં જિન શાસનને ઉજાગર કરવામાં આવેલ. આગમમાં આવતા પ્રેરક ચરિત્રો વિવિધ ચિત્રો દ્રારા પ્રદર્શિત કરવામાં આવેલ.આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે ફરમાવ્યુ કે છ ખંડ જીતવા હજુ પણ સહેલા છે,પરંતુ છકાયના રક્ષક બનવું તે કઠિન છે.વધુમાં પરમ ગુરુદેવે કહ્યું કે નાની વયે સંસારને અલવીદા કરી આત્મામાંથી પરમ આત્મા બનવા નીકળેલ ત્રણેય મુમુક્ષુઓને ધન્ય છે. સંયમ લઈ શકો તો સવે શ્રેષ્ઠ છે,જો સંયમ ન જ લઈ શકો તો સંયમી આત્માઓને સહાયક બનજો. ધનનું દાન ન કરી શકો તો શ્રમદાન કરી શાસનમાં સહયોગી બનજો.
ત્રણેય મોક્ષાર્થી આત્માઓએ આગમ વાક્ય "મહાનાગો વ્વ કંચુયં એટલે કે નાગ-સાપ જેમ શરીર ઉપર રહેલી કાચળી છોડી પાછું વાળીને જોતો નથી તેમ આ આત્માઓ વેશ પરિવતેન માટે મમત્વનો ત્યાગ કરી સાધુ બની આત્મ કલ્યાણનો માગે અંગીકાર કરવા નીકળી ગયાં. "રેણુયં વ પડે લગ્ગં...એટલે કે કપડા-વસ્ત્ર ઉપર રહેલી જેમ ધૂળ ખંખેરી નાખીયે તેમ આ આત્માઓએ પૈસૌ,પરિવાર,સગા,સબંધીઓ સવેને છોડી અણગારે જાયા-સાધ્વીજી બનવા હડી કાઢી અને દોટ મૂકી એ દ્રશ્ય અલૌકિક અને અદભૂત હતું.
ત્રણેય પરમ પુણ્યશાળી આત્માઓ સંસારના પંચરંગી વસ્ત્રો,વેશ,કેશ અને આભૂષણોનો ત્યાગ કરી શાંતિના પ્રતિક સમાન વાઈટ એન વાઈટ વસ્ત્રો પરિધાન કરી પ્રવેશ કરતાં જ હજારો ભાવિકોએ જફિંક્ષમશક્ષલ ઘદફશિંજ્ઞક્ષ સાથે બંને હાથ જોડી અભિવાદન કરી આવકારેલ. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે દેવોનો પણ દૂલેભ એવો દીક્ષા મંત્ર - કરેમિ ભંતેનો પાઠ બપોરે 2:32 કલાકે ભણાવતા જ નૂતન દીક્ષિત આત્માઓનો ભાવિકોએ જય જયકાર કરેલ.
સંયમ મહોત્સવમાં નેપાલ કેસરી પૂજ્ય શ્રી મણીભદ્ર મુનિજી મ.સા.,ડુંગર દરબારના પૂજ્ય શ્રી ડોલરબાઈ મ., પૂજ્ય શ્રી પૂર્ણાબાઈ મ. સહિત વિશાળ સતિવૃંદ,પૂ.દશેનાજી - સ્વાતિજી મ., પૂ.સંઘમિત્રાજી વગેરેની પ્રેરક ઉપસ્થિતિ રહેલ. સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ચેન્નાઈ,દિલ્હી સહિત દેશ-દેશાવરના અનેક ભાવિકો ઉપસ્થિત રહી પ્રભુ મહાવીરના ત્યાગ માગેની અનુમોદના કરેલ.ગોંડલ સંઘના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી,મુંબઈ મહા સંઘના પરાગભાઈ શાહ,રાજકોટ રોયલ પાકે સંઘના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ શેઠ,સરદારનગર સંઘના પ્રમુખ હરેશભાઈ વોરા,શ્રમજીવી સંઘના પ્રમુખ હિતેશભાઈ મહેતા,મહાવીર નગર સંઘના પ્રતાપભાઈ વોરા,શેઠ આરાધના ભવનના મયુરભાઈ શાહ,નેમિનાથ-વીતરાગસંઘના પ્રમુખ ભરતભાઇ દોશી,ઉવસગ્ગહરં સાધના ભવનના નરેન્દ્રભાઈ દોશી,મોટા સંઘના ટ્રસ્ટી સુશીલભાઈ ગોડા,સાધના ભવનના સંજયભાઈ શેઠ,એડવોકેટ વિરેશભાઈ ગોડા,વિરેનભાઈ શેઠ,મનીષભાઈ મહેતા સહિત હજારો સંયમ પ્રેમી આત્માઓ ઉપસ્થિત રહી સંયમ માગેની ભૂરી ભૂરી અનુમોદના કરેલ. નિકુંજભાઈ શેઠે સૂત્ર સંચાલન તથા વૈરાગ્યસભર સંગીતના સૂરો હાર્દિકભાઈ તપોવને રેલાવેલ. નૂતન દીક્ષિત આત્માઓની વડી દીક્ષા આગામી તા.24ના રવિવારે કોલકત્તામાં યોજાશે.


Loading...
Advertisement