ભાવનગર શહેર-જિલ્લામાં જુદા-જુદા ત્રણ બનાવમાં ત્રણના નિપજેલ મોત

19 November 2019 12:37 PM
Bhavnagar
  • ભાવનગર શહેર-જિલ્લામાં જુદા-જુદા ત્રણ બનાવમાં ત્રણના નિપજેલ મોત

સુરત બ્રીજ પરથી પડી જતા યુવાનનું મૃત્યુ

(વિપુલ હિરાણી દ્વારા)
ભાવનગર તા.19
ભાવનગર શહેર જિલ્લામાં જુદા જુદા ત્રણ બનાવોમાં ત્રણ વ્યકિતઓના મોત નિપજયા છે.
જેમાં કુંભારવાડા, ખેડુતવાસ તથા રાણીકામાં રહેતા બે યુવાન તથા એક વૃધ્ધાનું પડી જતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજયું હતું.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના કુંભારવાડા માઢીયા રોડ મફતનગર શેરી નં.12માં રહેતા સુરેશભાઈ મંગાભાઈ રસાણી (ઉ.30) તેના ઘરે ખાટલા પરથી પડી જતા તથા રાણીકામાં રહેતા અમીતભાઈ જેન્તીભાઈ ત્રિવેદી (ઉ.40) સુરત બ્રીજ પરથી પડી જતા ગંભીર ઈજા થતા ભાવનગર હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમ્યાન તેનું મોત નિપજયુ હતું. જયારે ખેડુતવાસ મેલડી માતાની ધાર ખાતે રહેતા ધુનાબેન ભીમજીભાઈ મકવાણા (ઉ.85) પણ આકસ્મીક પડી જતા તેનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું.


Loading...
Advertisement