લાઠીમાં હરસુરપુર દેવળીયા ગામે તરૂણીનું કુવામાં પડતા મોત

19 November 2019 12:32 PM
Amreli
  • લાઠીમાં હરસુરપુર દેવળીયા ગામે તરૂણીનું કુવામાં પડતા મોત

સાવરકુંડલાના મોટા ઝીંઝુડામાં સિવણ કલાસમાંથી 93 હજારની મતાની ચોરી

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.19
હરસુરપુર દેવળીયા ગામે કુવામાં પડી જતાં તરૂણીનું લાઠીમાં પાણી ભરવા જતાં કુવામાં પડી જજતાં મોત થયું હતું.
લાઠી તાલુકાનાં હરસુરપુર દેવળીયા ગામે રહેતી નયનાબેન પરશોતમભાઈ ડસુકવાડીયા નામની 17 વર્ષીય તરૂણી ગામની સીમમાં કુદરતી હાજતે ગયેલ અને કુવામાં પાણી ભરવા જતાં અકસ્માતે સમતોલન ગુમાવી દેતા કુવામાં તેણી પડી જતાં મોત થયાનું લાઠી પોલીસમાં જાહેર થયેલ છે.
રીક્ષાચાલક પર હુમલો
રાજુલા તાલુકાનાં નેસડી-1 ગામે રહેતાં અને રીક્ષા ચલાવતાં મહેન્દ્રભાઈ છનાભાઈ પરમાર નામનાં 38 વર્ષિય રીક્ષાચાલક રીક્ષામાં પેસેન્જર ઉતારી, પરત ફરતાં હતા, ત્યારે બે મોટર સાયકલ ઉપર 4 જેટલાં ઈસમોએ આવી, ચાલુ રીક્ષએ લોખંડની પટ્ટી જેવા હથીયારોથી માર મારી દેતાં, રીક્ષા પલટી ખાઈ જતાં, રીક્ષા ચાલકને ઈજા થતાં 4 અજાણ્યા ઈસમો સામે ડુંગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
સિવણ કલાસમાં ચોરી
સાવરકુંડલા તાલુકાનાં મોટા ઝીંઝુડા ગામે રહેતા અને સિલાઈ કામનો વ્યવસાય કરતાં ક્રિષ્નાબેન વેલજીભાઈ રાદડીયા નામનાં રપ વર્ષીય યુવતી પોતાનાં ઘરે સિવણ કલાસ પણ ચલાવતાં હોય ત્યાં ભાવનગર જિલ્લાનાં શિહોર તાલુકાનાં આંબલા ગામે રહેતી તૃપ્તિબેન ઉર્ફે તનુબેન મયંકભાઈ તથા મયંકભાઈ ચૌહાણ સિવણ કલાસમાં સિવણનું કામ શીખવા માટે આવતાં હોય તે દરમિયાન ગત તા. 8/9 થી 10/9નાં સમયગાળા દરમિયાન આરોપી પતિ-પત્નિએ સોનાની રીંગ નંગ-4 વજન આશરે ર3 ગ્રામ કિંમત રૂા. પ0 હજાર, સોનાની બુટી નંગ-1 કિંમત રૂા. 10 હજાર ઉપરાંત કપડા, ઘડિયાળ તથા પંચધાતુની મૂર્તિ મળી કુલ રૂા. 93800નાં મુદામાલની ચોરી કરીલઈ ગયાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાઈ છે.
મારામારી
રાજુલા તાલુકાના હીંડોણા ગામે રહેતાં અને ડ્રાયવીંગનો ધંધો કરતાં, ભરતદાસ જાનકીદાસ નિમાવત નામનાં 3પ વર્ષિય યુવકનાં ઘર પાસે બ્લોક પાથરવાનું કામ શરૂ હોય, કાળી માટીનો ઢગલો ત્યાં કરેલ હોય, તેમાંથી તે જગામેરહેતાંકિશોભાઈ ગોવિંદભાઈ કવાડ માટી લેતાં, યુવકે તેમને માટી લેવાની ના પાડતાં ઉશ્કેરાઈ જઈ, આ યુવકને ગાળો આપી, બાદમાં યુવકનાં ઘરમાંગેરકાયદે પ્રવેશ કરી કુહાડીનાં ઘા મારી, દરવાજાને નુકશાનકરી, જાનથી મારી નાંખવાની ધમકી આપી, અન્વયે બે લોકોને મુંઢમાર મારી ઈજા કર્યાની ફીરયાદ નોંધાઈ છે. તો સામાપક્ષે કિશોરભાઈએ પણ ભરતભાઈ જેન્તીભાઈ નિમાવત સામે આ જ બનાવમાં કારણે મથાનાં ભાગે લાકડી મારી, ગંભીર ઈજાઓ કર્યાની સામી ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
યુવાન પર હુમલો
ખાંભા તાલુકાનાં કંટાળા ગામે રહેતા ધર્મેશભાઈ આલાભાઈ સરવૈયા નામનો 18 વર્ષીય યુવક ખેતરમાં કપાસ વિણતા હોય તે જમીનનો વિવાદ ચાલતો હોય તે વાતનું મનદુ:ખ રાખી ખાંભા તાલુકાનાં ચક્રાવા ગામે રહેતા ગભાભાઈ ઉનડભાઈ ભુવા નામનાં શખ્સે યુવકને દોરડા વડે માર મારી અને ખેતરમાં ઢસડી શરીરે નાની-મોટી ઈજાઓ કરી યુવકનો મોબાઈલ ફોન-1 કિંમત રૂા. 1 હજારનો આંચકીને લૂંટી યુવક તથા અન્ય લોકોને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી નાશી ગયાની ફરિયાદ ખાંભા પોલીસમાં નોંધાતા અમરેલીનાં નાયબ પોલીસ અધિક્ષક આર.ડી. ઓઝાએ વધુ તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement