નિત્યાનંદ તરફી યુવતિનાં નિવેદન બાદ ગોંધી રાખવાનાં મામલે નવો વળાંક

19 November 2019 12:18 PM
Ahmedabad Gujarat
  • નિત્યાનંદ તરફી યુવતિનાં નિવેદન બાદ ગોંધી રાખવાનાં મામલે નવો વળાંક

તેઓ મારા પિતા છે, પવિત્ર પ્રેમમાં મગ્ન છું : પોલીસે પ્રાથમિક તપાસ બાદ નિત્યાનંદ અને બે સન્યાસી મહિલા વિરૂઘ્ધ ગુનો દાખલ કર્યો

અમદાવાદ તા.19
અમદાવાદનાં બેંગ્લુરૂની યુવતિને નિત્યાનંદ આશ્રમમાં ગોંધી રાખવાના મામલામાં નવો વળાંક આવ્યો છે અને સાધિકાએ નિત્યાનંદને પોતાના પિતા સમાન ગણાવી સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર વિડીયો શેર કરીને પોતાની ઇચ્છાએ ભકિત માર્ગ અપનાવ્યો હોવાનો દાવો કર્યો છે.
નિત્યાનંદ આશ્રમની સાધિકાએ નિત્યાનંદને પોતાના પિતા તુલ્ય ગણાવી નિત્યાનંદ અંગે કહ્યું હતું કે હું મારા પિતાની દિકરી છું. આનાથી વધુ સારો સંબંધ કોઇ ન હોઇ શકે. તેઓ મને પૂર્ણ પ્રેમ કરે છે, હું મારા પિતાની રાજકુમારી છું અને એમના પવિત્ર પ્રેમમાં મગ્ન છું.
સાધિકાએ જણાવેલ હતું કે છેલ્લા કેટલાંક દિવસોથી માઘ્યમોમાં ખોટા સમાચારો વહી રહ્યા છે. હું મારા લોકો સાથે સતત પ્રવાસ કરી રહી છું. મારૂ અપહરણ થયું હોવાની વાતો ખોટી છે અને જનાર્દન તથા મારા માતા-પિતા દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે જુઠા છે.
દરમ્યાન વિવાદીત સ્વામી નિત્યાનંદના હાથીજણ ખાતે આવેલ આશ્રમમાં તામિલનાડુનાં પરિવારને તેમની દિકરીને મળવા ન દેવાનાં વિવાદમાં ગઇકાલે પોલીસે પ્રાથમિક તપાસના અંતે આશ્રમનાં સ્થાપક નિત્યાનંદ અને બે મહિલા સન્યાસી પ્રાણપ્રિર્યા અને પિર્યતત્વા વિરૂઘ્ધ ગુનો દાખલ કર્યો છે.


Loading...
Advertisement