મધ્યમ વર્ગને રાહત: નવી હેલ્થ સ્કીમ આવી રહી છે

19 November 2019 12:12 PM
Government Health India
  • મધ્યમ વર્ગને રાહત: નવી હેલ્થ સ્કીમ આવી રહી છે

નવી હેલ્થ સ્કીમની વિગતો નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે જાહેરાત કરી : આ નવી સાર્વજનીક સ્વાસ્થ્ય પ્રણાલીમાં એવા લોકો સામેલ થઈ શકશે જેઓ આયુષ્યમાન સહિત અન્ય હેલ્થ સ્કીમમાં નથી આવતા

નવી દિલ્હી તા.19
મધ્યમ વર્ગ માટે સારા સમાચાર છે. આયુષ્યમાન યોજના બાદ મોદી સરકાર નવી હેલ્થ સ્કીમ લાવવાની તૈયારીમાં છે. જે મુજબ આ સ્કીમમાં એવા લોકો સામેલ થઈ શકશે. જે આયુષ્યમાન કે અન્ય સાર્વજનીક સ્વાસ્થ્ય પ્રણાલીમાં નથી આવતા.
નીતિ આયોજનાં ઉપાધ્યક્ષ રાજીવકુમારે જણાવ્યું છે કે લગભગ 50 ટકા વસ્તી હજુ કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય વ્યવસ્થા સાથે જોડાયેલી નથી. સરકાર હવે મધ્યમ વર્ગ માટે સ્વાસ્થ્ય વ્યવસ્થા તૈયાર કરવા પણ વિચાર કરી રહી છે.
આ વ્યવસ્થા એવા લોકો માટે હશે જે અત્યાર સુધી કોઈ સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રણાલીમાં નથી આવતા.નીતિ આયોગે સોમવારે આની રૂપરેખા જાહેર કરતાં જાણકારી આપી હતી.
રાજીવકુમારના જણાવ્યા મુજબ આ નવી સ્વાસ્થ્ય પ્રણાલીમાં તેવા લોકોને જે આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવતા હોય.હાલમાં શરૂ આ યોજના હેઠળ કુલ વસતીનાં 40 ટકા લોકો આવે છે જે ગરીબ લોકો છે જે સ્વયં જાતે સ્વાસ્થ્ય યોજના લેવાની સ્થિતિમાં નથી. નીતિ આયોગે નવા ભારત માટે સ્વાસ્થ્ય પ્રણાલી બ્લોક નિર્માણ માટે રિપોર્ટ નીતિ આયોગનાં ઉપાધ્યક્ષ રાજીવકુમારે જાહેર કર્યો હતો.
આ તકે બિલ અને મેલિન્ડા ગેટસ ફાઊન્ડેશનનાં સહ અધ્યક્ષ બિલ ગેટસ હાજર હતા.નીતિ આયોગનાં સલાહકાર આલોકકુમારે જણાવ્યું હતું કે રિપોર્ટનો ઈરાદો મધ્યમ વર્ગ સાથે જોડાયેલા લોકો માટે સ્વાસ્થ્ય પ્રણાલીનો પાયો તૈયાર કરવાનો છે. અહી મધ્યમ વર્ગ પર ખાસ ફોકસ કરવામાં આવ્યુ છે. કારણ કે ગરીબો માટે પહેલાંથી જ આયુષ્યમાન માટે પહેલાથી જ આયુષ્યમાન ભારત યોજના શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ જેમની આર્થિક સ્થિતિ થોડી સારી છે. આવી 50 ટકા વસ્તી હજુ કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય વ્યવસ્થા સાથે નથી જોડાયેલા. તેમના માટે ઓછી રકમ લઈને આવી પ્રણાલી તૈયાર કરવાનો વિચાર છે.
નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે જણાવ્યું હતું કે અમારો દ્રષ્ટિકોણ સ્વસ્થ ભારતનો છે અને તમામ લોકો માટે ગુણવતાપૂર્ણ સ્વાસ્થ્ય સેવાનાં તમામ મોરચા પર સ્વાસ્થ્ય સેવાની ડીલીવરી વ્યવસ્થામાં પ્રાઈવેટ અને સાર્વજનીક બન્ને સ્તરે ખૂબ ફેરફાર કરવાની જરૂર છે.
આ રિપોર્ટમાં ભવિષ્યની સ્વાસ્થ્ય પ્રણાલીનાં પાંચ મુખ્ય સ્ત્રોતોને ચિહનિત કરવામાં આવ્યા છે. આયુષ્યમાન ભારતમાં 5 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ જન સ્વાસ્થ્યનો અપૂર્ણ એજન્ડા પુરો કરવો, મોટી વીમા કંપનીઓમાં રોકાણ કરી વ્યકિતગત સ્વાસ્થ્ય વ્યયને ઘટાડવો સેવા વિતરણને આપસમાં જોડવા, સ્વાસ્થ્યના સારા ખરીદદાર બનાવવા માટે નાગરીકોનું સશકિતકરણ કરવુ અને ડિઝીટલ સ્વાસ્થ્યની શકિતનો લાભ મેળવવો આ સ્કીમમાં સામેલ છે.
નીતિ આયોગે એ પણ સૂચન કર્યું છે કે હેલ્થ સીસ્ટમની ફાયનાન્સ સિસ્ટમમાં એવો ફેરફાર થવો જોઈએ કે જેમાં ખર્ચ ઘટાડો થાય અને મોટા રિસ્કવાળા કેસ માટે વધારે ધન ઉપલબ્ધ હોય. ભારતમાં સ્વાસ્થ્ય પર ખર્ચ (કેન્દ્ર અને રાજય સરકાર મળીને) કુલ જીડીપીનાં લગભગ 1.4 ટકા છે જયારે બીજી બાજુ ભારતમાં લગભગ 20 ટકા વસ્તી જ હેલ્થ ઈુસ્યોરન્સનાં દાયરામાં આવે છે. જોકે આયુષ્યમાન ભારત યોજના આ દાયરાને વધારવાની કોશીશ કરે છે. જેમાં કેટલોક સમય લાગી શકે છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં હેલ્થ સીસ્ટમમાં એક સફળ બદલાવ માટે એક સાથે રકમ ઓછી કરવા અને વિખંડનની જોગવાઈ કરવી પડશે.


Loading...
Advertisement