હોંગકોંગ યુનિવર્સિટી કેમ્પસ બન્યું રણમેદાન; પોલીસની નાકાબંધી

19 November 2019 12:08 PM
World
  • હોંગકોંગ યુનિવર્સિટી કેમ્પસ બન્યું રણમેદાન; પોલીસની નાકાબંધી
  • હોંગકોંગ યુનિવર્સિટી કેમ્પસ બન્યું રણમેદાન; પોલીસની નાકાબંધી
  • હોંગકોંગ યુનિવર્સિટી કેમ્પસ બન્યું રણમેદાન; પોલીસની નાકાબંધી
  • હોંગકોંગ યુનિવર્સિટી કેમ્પસ બન્યું રણમેદાન; પોલીસની નાકાબંધી
  • હોંગકોંગ યુનિવર્સિટી કેમ્પસ બન્યું રણમેદાન; પોલીસની નાકાબંધી

પોલીસે ગોળીબાર કરતા ડઝનેક દેખાવકારો બ્રિજ પરથી પ્લાસ્ટિક પાઈપથી નીચે ઉતરી બાઈક પર ભાગી છૂટયા : દેખાવકારોનાં પેટ્રોલ-બોંબ સામે પોલીસની રબ્બર બુલેટસ, ટીયર ગેસ: ગંભીર બનની સ્થિતિ

હોંગકોંગ તા.19
હોંગકોંગમાં લોકશાહી તરફી દેખાવોએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સોમવારે પોલીસે યુનિવર્સિટી કેમ્પસ સીલ કરી તેમની સામે પ્રોજેકટાઈલ ફાયર કર્યા ત્યારે ડઝનેક દેખાવકારોએ પ્લાસ્ટિક ટોલિંગ (પાઈપ)નો ઉપયોગ કરી પુલ પરથી ઉતરીને વાટ જોતી મોટરબાઈક પર ભાગી છૂટયા હતા.
આમ છતાં, ઘણાં ઘણાં દેખાવકારો હોંગકોંગ પોલીટેકનીક યુનિવર્સિટીમાં ફસાયેલા રહ્યા હતા. પોલીસે મધ્યસ્થી માટે બે જાણીતી વ્યક્તિને કેમ્પસમાં પ્રવેશવા દીધા હતા.
કેમ્પસ પરની ઘટનાઓ સૂચવે છે કે હોંગકોંગમાં દેખાવકારો અને પોલીસ વચ્ચેની અથડામણમાં હવે લોહી રેડાય શકે છે. પાંચ મહિનાથી ચાલી રહેલા સરકાર વિરોધી દેખાવોમાં ગત સપ્તાહે યુનિવર્સિટી ગજગ્રાહનું કેન્દ્ર બની હતી.
હોંગકોંગની લેજિસ્લેટીવ કાઉન્સીલના પુર્વ વડા અને બૈજિંગ તરફી નેતા જાસ્વર ત્સાંગે જણાવ્યું હતું કે પરિસ્થિતિ વધુને વધુ જોખમી બની રહી છે.
સોમવારે પોલીસ સકંજામાંથી ભાગી છૂટનારા કેટલાક દેખાવકારો બ્રિજથી 10 મીટર નીચે ઉતરી નીચેના ફલાયઓવર પર પહોંચ્યા હતા ત્યાં વાટ જોતી મોટરબાઈક પર તે ભાગી છૂટયા હતા.
પેટ્રોલ બોંબ ફેંકતા અન્ય દેખાવકારોએ કેમ્પસમાં પ્રવેશવા પ્રયાસ કર્યો હતો, પણ પોલીસે ટીઅર ગેસ અને પાણીનો મારો ચલાવ્યો હતો.
શહેરના હોસ્પિટલ સતાવાળાઓને સોમવારે 116 લોકોને ઈજા થઈ હોવાનું જણાવ્યું હતું. સોમવારે વહેલી સવારે પોલીસે પોલીટેકનીક યુનિવર્સિટીની નાકાબંધી કરી હતી, અને દેખાવકારોને ભગાડવા રબ્બર બુલેટ અને ટીઅર ગેસનો ઉપયોગ કર્યો હતો. દરમિયાન, ચીનના લંડન ખાતેના રાજદૂતે જણાવ્યું હતું કે અમેરિકા અને બ્રિટન સહિતના દેશોએ હોંગકોંગની આંતરિક બાબતોમાં માથું મારવું બંધ કરવું જોઈએ.


Loading...
Advertisement