મહારાષ્ટ્રમાં ભાજપ-એનસીપીની સરકાર માટે કોર્પોરેટ લોબી મેદાને

19 November 2019 11:48 AM
India Politics
  • મહારાષ્ટ્રમાં ભાજપ-એનસીપીની સરકાર માટે કોર્પોરેટ લોબી મેદાને

ગુજરાત-મુંબઈ-દિલ્હીના ટોચના ઉદ્યોગપતિઓએ હાથ મિલાવ્યા : ભાજપ-શરદ પવાર બન્ને પર દબાણ: શિવસેના સાથે ‘ખીચડી’ સરકાર મહારાષ્ટ્રના હિતમાં નથી: દિલ્હીથી વિરુદ્ધની સરકારથી રાજયના હિતો જોખમાશે: મોદીએ એનસીપીની કરેલી પ્રશંસા સૂચક

મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર રચવાની ફોર્મ્યુલાની નજીક પહોંચી ગયાબાદ શિવસેના-એનસીપી અને કોંગ્રેસની ગતિને ઓચિંતી બ્રેક લાગતા તથા દિલ્હીમાં હોવા છતાં રાજયમાં સરકાર રચવા અંગે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે કોઈ વાતચીત થઈનથી તેવા વિધાનો કરીને શરદ પવારે નવુ સસ્પેન્સ સર્જયા છે અને ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ રાજયમાં સરકાર રચવા માટેની ફોર્મ્યુલામાં રાજકીય પક્ષો સાથે ટોચની ‘બોમ્બે-લોબી’ જેવી કોર્પોરેટ લોબીનું દબાણ છે જે શિવસેના નહી પણ ભાજપ જ સરકારનું નેતૃત્વ કરે અને તેમાં શિવસેના ન જોડાય તો એનસીપી ભાજપને ટેકો આપે તેવું દબાણ લાવ્યું છે. શ્રી શરદ પવાર અને એનસીપી મહારાષ્ટ્રનો સ્થાનિક પક્ષ છે અને પવાર ખુદ કોર્પોરેટ લોબી સાથે નજીકના સંબંધ ધરાવે છે. મુંબઈ સ્થિત ટોચના ઔદ્યોગીક ગૃહોને હવે શિવસેના-એનસીપી-કોંગ્રેસ પક્ષની સરકાર બને નહી અને ભાજપ તથા જરૂર પડે એનસીપી તેને ટેકો આપે- સરકારમાં સામેલ થાય તે માટે ફોર્મ્યુલા તૈયાર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે લોકસભામાં જે રીતે શરદ પવાર અને એનસીપીની પ્રશંસા કરી તે સૂચક છે. ભાજપે મહારાષ્ટ્રમાં શિવસેનાને સાથી બનાવ્યા બાદ કોંગ્રેસ કરતા એનસીપી તેના માટે વધુ હરીફ હતી અને તેથી જ શરદ પવારની ઈમેજ તોડવાનો પણ પ્રયાસ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ ટોચના કોર્પોરેટ હાઉસ, ટેલીકોમ, પાવર તથા રીયલ્ટી ક્ષેત્રના અગ્રણીએ એક મુશ્કેલીમાં મુકાયેલા ઉદ્યોગ ગૃહના વડા અને ગુજરાત-મહારાષ્ટ્ર તથા દિલ્હીના ઉદ્યોગપતિઓએ હાથ મિલાવ્યા છે અને તેઓ શણદ પવારને સમજાવવા પ્રયાસ કરી રહ્યા છે તથા તેના ચૂંટણીના સાથી કોંગ્રેસનો સાથ છોડે અને ભાજપ સાથે જોડાય તે માટે સમજાવી રહ્યા છે. શિવસેનાનું ઉદ્યોગ તરફી વલણ શંકાજનક છે અને જો કે એનસીપી માટે કોંગ્રેસના સાથ છોડવો સહેલો નથી. બન્ને વચ્ચે પ્રી-પોલ એલાયન્સ છે અને ભાજપની વિરુદ્ધ ચૂંટણી લડયા છે. ઉપરાંત શરદ પવાર અમોને વિપક્ષનો જનાદેશ છે તેવું કહી રહ્યા છે છતાં હવે ઉદ્યોગ લોબીનું દબાણ કેવું રંગ લાવે છે તેના પર સૌની નજર છે.


Loading...
Advertisement