અમ્પાયરના ખોટા નિર્ણયથી આઘાત પામેલા ક્રિકેટરનું હાર્ટએટેકથી મોત

19 November 2019 11:15 AM
Sports
  • અમ્પાયરના ખોટા નિર્ણયથી આઘાત પામેલા ક્રિકેટરનું હાર્ટએટેકથી મોત

હૈદરાબાદમાં રવિવારે રમાયેલી મેચમાં વિરેન્દ્ર નાઇક અમ્પાયરના ફેસલાથી નિરાશ થઇ ગયેલો

હૈદરાબાદ તા.19
ક્રિકેટના મેદાનમાં હાર્ટ એટેકથી મોતનો બનાવ પહેલીવાર નથી બન્યો પરંતુ હૈદરાબાદના અમ્પાયરના ફેસલાથી નાખુશ ક્રિકેટરનું હાર્ટ એટેકથી મોતના બનાવથી સનસની ફેલાઇ છે.
અહેવાલો મુજબ રવિવારે એક વન-ડે મેચ દરમિયાન વનડે લીગ મેચ દરમિયાન 41 વર્ષના બેટસમેન વિરેન્દ્ર નાયબનું મૃત્યુ થયું હતું. વિરેન્દ્ર હૈદરાબાદમાં મારડલ્લી સ્પીટીંગ કલબના ખેાલડી હતો.
તેણે રવિવારે શાનદાર અડધી સદી ફટકારી હતી. પરંતુ આઉટ થયા બાદ તે પેવેલીયન પરત ફર્યો હતો.અને ત્યારબાદ ડ્રુેસીંગ રૂમમાં હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થયું હતું.
રિપોર્ટ મુજબ વિરેન્દ્ર રવિવારે 66 રનની ઇનીંગ રમી હતી.
પરંતુ અમ્પાયરના ખોટા ફેસલાથી તે આઉટ થતાં તે પેવેલિયન પહોંચતા તેમનું માથુ દિવાલ સાથે ભટકાયું હતું અને પડી ગયો હતો. બાદમાં તેને હોસ્પિટલે ખસેડાયો હતો. જયાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.


Loading...
Advertisement