મોહમ્મદ શામી-આઈસીસી ટેસ્ટ બોલર રેન્કીંગમાં 7માં સ્થાને

19 November 2019 11:09 AM
Sports
  • મોહમ્મદ શામી-આઈસીસી ટેસ્ટ બોલર રેન્કીંગમાં 7માં સ્થાને

ટોપટેનમાં પહોંચનાર ત્રીજો ભારતીય બોલર: અગ્રવાલ પણ ટોપ 10 બેટસમેનની નજીક

કોલકતા તા.19
ઈન્દોર ટેસ્ટમાં શ્રેષ્ઠ દેખાવ કર્યા બાદ ઈડન ગાર્ડનમાં ટીમ ઈશ્ર્ડીયાના સીમર મોહમ્મદ શામી વધુ સારા દેખાવની આશા રાખે છે. ઈન્દોરમાં શામીએ 58 રનમાં 7 વિકેટ ઝડપી હતી તેનું આઈસીસી ટેસ્ટ રેન્કીંગ 7 માં નંબરે પહોંચી ગયો છે આમ તે પ્રથમ વખત આઈસીસી ટેસ્ટ રેન્કીંગમાં ટોપ ટેનમાં સામેલ થયો છે.
જે ભારતનાં સીમરમાં ત્રીજો શ્રેષ્ઠ બોલર બન્યો છે. અગાઉ કપિલદેવ 877 અને જસપ્રિત બુમરાહ 832 પોઈન્ટ સાથે ટોપ ટેનમાં આવ્યા હતા. શામીનાં પોઈન્ટ 790 થયા છે ટીમ ઈન્ડીયાએ પ્રથમ ટેસ્ટ જીતીને આઈસીસી ટેસ્ટ રેન્કીંગમાં વધુ 300 પોઈન્ટ મેળવી સ્થાન મજબુત બનાવી લીધુ છે.જયારે ટીમ ઈન્ડીયાના ટેસ્ટ ઓપનર મયંક અગ્રવાલે ડબલ સેંચુરી ફટકારીને આઈસીસી ટેસ્ટ રેન્કીંગમાં 11 મું સ્થાન મેળવ્યુ છે જે તેની કેરીયરનું શ્રેષ્ઠ રેન્કીંગ છે.


Loading...
Advertisement