ઈડન ગાર્ડનનો ડે-નાઈટ ટેસ્ટ કલરફૂલ બનશે :પીંક કલબ હાઉસ-ગ્રીન ટોપ પીચ

19 November 2019 11:07 AM
Sports
  • ઈડન ગાર્ડનનો ડે-નાઈટ ટેસ્ટ કલરફૂલ બનશે
:પીંક કલબ હાઉસ-ગ્રીન ટોપ પીચ

ઈડન ગાર્ડન પીંક રોશનીથી સજાવાશે: દિવાલો પર ખાસ લયબદ્ધ સાઉન્ડ-સેન્સર: ઈડન ગાર્ડનનું આઉટફીલ્ડ વધુ ગ્રીન નજરે ચડશે

કોલકતા તા.19
દેશના સૌથી વિખ્યાત ક્રિકેટ મેદાનમાં સ્થાન ધરાવતા કોલકતાનાં ઈડન ગાર્ડનમાં ભારત ક્રિકેટનાં પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ માટે તૈયાર થઈ ગયુ છે અને ક્રિકેટ એસો.ઓફ પ.બંગાળ આ ટેસ્ટ ઈવેન્ટને યાદગાર બનાવવામાં કોઈ કસર છોડવા માંગતું નથી.
ઈડન ગાર્ડનનું કલબ હાઉસ તથા આસપાસના બિલ્ડીંગને પિંક કલરની રોશનીથી સજાવાયું છે અને સાંજે 4 વાગ્યા પછી કોલકાતામાં સુર્યાસ્તનો પ્રારંભ થઈ જાય છે.તેથી આ અદભુદત પીંક દ્રશ્ય નજરે ચડશે તો ઈડન ગાર્ડનની પીચ પહેલા કરતા વધુ ગ્રીન જોવા મળશે. ઉપરાંત ઈડન ગાર્ડનનાં બહારના દ્રશ્યને વધુને વધુ આકર્ષક બનાવાયા છે. અહી વિવિધ સાઉન્ડ તથા તેના લય પર લાઈટો ચમકશે ઉપરાંત ડે-નાઈટ ટેસ્ટ સમયે કોલકતાનાં આકાશમાં ગુલાબી ફલડલાઈટનો પ્રકાશ નજરે ચડશે.કોલકતાનાં ડે-નાઈટ ટેસ્ટમાં ટિકીટનાં ભાવ નીચા રખાયા છે. હાલ ટીમ ઈન્ડીયા ટેસ્ટ ક્ષેત્રે પણ જે રીતે દેખાવ કરે છે તેથી હવે ડે-નાઈટ ટેસ્ટ નહિં રમવાનું પણ મેણુ ભાંગશષે તો કલકતામાં આ ટેસ્ટને પ્રમોશન કરવામાં ખાસ ઈવેન્ટ યોજાય છે.


Loading...
Advertisement