સોમનાથ ઉત્સવમાં સહભાગી થતા જિલ્લા પ્રભારી મંત્રી જયેશભાઇ રાદડીયા

19 November 2019 11:04 AM
Veraval
  • સોમનાથ ઉત્સવમાં સહભાગી થતા જિલ્લા પ્રભારી મંત્રી જયેશભાઇ રાદડીયા
  • સોમનાથ ઉત્સવમાં સહભાગી થતા જિલ્લા પ્રભારી મંત્રી જયેશભાઇ રાદડીયા

ભકિતસંગીત તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

(દેવાભાઇ રાઠોડ) પ્રભાસપાટણ, તા. 19
સોમનાથના સદભાવના ગ્રાઉન્ડમા યોજાયેલ કાર્તિક પૂર્ણિમાના મેળાના અંતિમ દિવસે શ્રી સોમનાથ ઉત્સવમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા સહભાગી થયા હતા. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગર, જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ અને સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સોમનાથ ઉત્સવના અંતિમ દિવસે અમિપ પ્રજાપતિ, શ્રીમતી આશિતા પ્રજાપતિ અમદાવાદ દ્રારા ભક્તિસંગીત,ગુજરાત ગૌરવ પુરસ્કૃત કલાકાર ભરત બારૈયા અને અક્ષય પટેલ દ્રારા શિવ મહિમા, ફોરમ તન્ના, પનઘટ કલા કેન્દ્ર ગાંધીનગર દ્રારા શિવ સ્તુતી, શ્રી કુશલ દિક્ષિત, શ્રી સંતશ્રઘ્ઘા એજ્યુ.ભાવનગર દ્રારા મિશ્રરાસ સહિતના કલાકારો અને લોકનૃત્ય મંડળ દ્રારા જુદા-જુદા નૃત્યો,રાસગરબા અને તલવાર રાસ રજુ કર્યા હતા. જિલ્લા પ્રભારી મંત્રી જયેશભાઈ રાદડીયાની સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રજાપતી અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement