ટીમ ઈન્ડિયાનું કોલકતામાં આગમન: ડે-નાઈટ ટેસ્ટનો રોમાંચ શરૂ

19 November 2019 11:03 AM
Sports
  • ટીમ ઈન્ડિયાનું કોલકતામાં આગમન: ડે-નાઈટ ટેસ્ટનો રોમાંચ શરૂ
  • ટીમ ઈન્ડિયાનું કોલકતામાં આગમન: ડે-નાઈટ ટેસ્ટનો રોમાંચ શરૂ

વિરાટ કોહલી-અંજીકયા રાહણે સૌથી પ્રથમ પહોંચ્યા: કાલ સુધીમાં પુરી ટીમ એસેમ્બલ થશે : કાલથી નેટ પ્રેકટીસ: બાંગ્લાદેશની ટીમનો નવતર પ્રયોગ: પીંક બોલ પાણીમાં પલાળી બોલીંગ પ્રેકટીસ કરી

કોલકતા: આગામી તા.22થી કોલકતાના ઈડન ગાર્ડન સ્ટેડીયમમાં એક ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. ભારત અને પ્રવાસી બાંગ્લાદેશ ટીમ વચ્ચે ક્રિકેટ ઉપખંડનો પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાશે અને આજે ટીમ ઈન્ડિયા કોલકતા પહોંચી છે. આજે સવારે 9.40 કલાકે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને અંજીકયા રાહણે સૌ પ્રથમ પહોંચ્યા હતા અને બાકીની ટીમ અલગ અલગ રીતે એસેમ્બલ થશે અને કાલે અંતિમ આગમન રોહીત શર્મા અને મોહમ્મદ શામીનું થશે જે આવતીકાલે કોલકતા પહોંચી રહી છે અને કાલથી ટીમ ઈડન ગાર્ડનમાં ડે-નાઈટ ટેસ્ટ માટે નેટ પ્રેકટીસ શરૂ કરશે. બન્ને ટીમ પ્રથમ વકત ડે-નાઈટ ટેસ્ટ પીંક બોલથી રમી રહી છે તો ભારત એકંદરે તેની 540મી ટેસ્ટ મેચ રમશે. આ મેચના પ્રથમ બે દિવસ ક્રિકેટ તથા રાજકારણ અને મનોરંજનની દુનિયાના અનેક મહાનુભાવો હાજર રહેશે. 2018માં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓસ્ટ્રેલિયા સામે ડે-નાઈટ ટેસ્ટ રમવાનો પ્રસ્તાવ મુકયો હતો પણ તે ટીમની મંજુરી વગર મુકાયો હતો અને ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટીમ ઈન્ડિયા ડે-નાઈટ ટેસ્ટ રમવા તૈયાર ન હતી. તે બાદ ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં 11 ડે-નાઈટ ટેસ્ટ રમ્યા છે અને તેમાં પાંચમાં જીતી છે. ભારતમાં ડે-નાઈટ ટેસ્ટ બપોરે 1 વાગ્યે શરૂ થશે. ભારતની જેમ બાંગ્લાદેશની ટીમ પણ ઈન્દોરમાં ડે-નાઈટ ટેસ્ટનો પ્રેકટીસ માટે રોકાઈ હતી અને ટીમે પીંક બોલને પાણીમાં પલાળીને પ્રેકટીસ કરી હતી. સોમવારે રાત્રીના તેઓ ત્રણ કલાક સ્ટેડીયમમાં રહીને પ્રેકટીસ કરી. ખાસ કરીને આ ટીમે તેની સ્લીપ ફિલ્ડીંગ સુધારવાની તૈયારી કરી છે. બોલને પાણીમાં પલાળીને તેના પર બોલીંગ કરતા લેફટ-રાઈટ સાઈડમાં વધુ એક તરફ જઈ શકે છે. બોલની મુવમેન્ટ વધે છે અને દડો પીચ પર પડયા પછી વધુ ઝડપથી જાય છે અને તે ક્રિકેટની ભાષામાં સ્વીંગ વધુ થાય છે.
બાંગ્લદેશની ટીમે બોલીંગ પ્રેકટીસ પણ વધુ કરી હતી. બાંગ્લાદેશની ટીમે બેટીંગ-ફિલ્ડીંગ-કેચીંગ ત્રણ સમસ્યા રહી છે.
વિશ્ર્વની ટોચની ક્રિકેટ ટીમ ભારત એક જ એવી ટીમ હતી જે અત્યાર સુધી ડે-નાઈટ ટેસ્ટ રમી ન હતી તેથી ટીમ પણ તેનાથી વધુ સજાગ છે.


Loading...
Advertisement