ઉનાના કેન્સર પીડિત આચાર્યને ઝડપી ચાલ સ્પર્ધામાં મેડલો મળ્યા

19 November 2019 10:36 AM
Veraval
  • ઉનાના કેન્સર પીડિત આચાર્યને ઝડપી ચાલ સ્પર્ધામાં મેડલો મળ્યા

એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ મેળવી લોકોને ચિંઘ્યો રાહ

ઉના, તા. 19
ઊના તાલુકાના એલમપુર ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા અને હાલ જડબાના કેન્સલ હોવા છતાં જીંદગી સામે લડીને પણ જીવી શકાય છે. તેવું તેવોએ રાજ્ય કક્ષાની માસ્ટર એથ્લેટીક સ્પર્ધામાં ગોલ્ડ અને સીલ્વર મેડલ મેળવીને સાબીત કરી આપ્યુ છે.
ઊના તાલુકાના એલમપુર ગામે સીમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા 52 વર્ષીય અશ્વીનભાઇ મહેતાને યુવાની કાળમાં ગુટખા ખાવાની ટેવ હોવાના કારણે તેમને જડબાનુ કેન્સલ થયુ હતું. અને મૃત્યુ સામે લડી રહ્યા હતા. ત્યારે ગાય માતાની સેવા અને તેમનું દુધનું સેવન કરી તેમને આજે કેન્સર જેવા જીવલેણ રોગને અટકાવી રાખ્યો છે.
હાલ તેવોએ દશ ગાયનો નિભાવ કરી રહ્યા છે. કેન્સરના રોગે તેવોને એક જીવન જીવવાની નવી પ્રેરણા મળી હોય તેમ હાલ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ તેવો કેન્સરને માત આપી રહ્યા છે. આવીજ રાજ્ય કક્ષાની માસ્ટર એથ્લેટીક સ્પર્ધા કે જે જુનાગઢ ખાતે યોજાય હતી. તેમાં 36 થી 90 વર્ષની 10 હજાર મીટરની ઝડપી ચાલની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ તેમજ 5 કિ.મી.ની ઝડપી ચાલમાં સીલ્વર અને 1500 મીટરની સાદી ચાલમાં સીલ્વર મેડલ મેળવી કુલ 3 મેડલો મેળવ્યા હતા.. અને આજે તોવોમાં યુવાનોને પણ સરમાવે તેવી સ્ફુર્તી જોવા મળી રહી છે.


Loading...
Advertisement