ઉના-વેરાવળ નેશનલ હાઇ-વે પર સર્વિસ રોડ આપવા ગ્રામજનોની માંગ

19 November 2019 10:32 AM
Veraval
  • ઉના-વેરાવળ નેશનલ હાઇ-વે પર સર્વિસ રોડ આપવા ગ્રામજનોની માંગ

નાના વાહનો માટે વ્યવસ્થા નહિ કરાતા રજુઆત

ઉના, તા. 19
ઊના તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે બાયપાસ રોડ પર આવતા 10 ખેડૂતોની માલીકીની જમીનનો આવેલ હોય આ જમીનો પર ખેડૂતો વસવાટ કરીને પોતાના બાર માસીક પિયતના પાકો વાવેતર કરતા હોય છે.
સર્વે નં.470 પૈકી જમીનને અડીને આ નેશનલ રોડ પસાર થતો હોય હાલમાં તેનું કામકાજ ચાલુ હોય બાયપાસ બનવાના કારણે ચોમાસામાં નદીઓમાંથી પસાર થતા પાણીઓ આ ખેતરોમાં ભરાતા હોય અને તેનો કોઇ નિકાલ કે વ્યવસ્થા કે બાયપાસ બનવાના કારણે ન થતાં જમીનના પાકો પુરી રીતે ધોવાણ થવાની શક્યતા છે. અને ભવિષ્યમાં આજ વિસ્તારમાંથી ભુગર્ભ ગટર કરવામાં આવે તો આ પ્રશ્નો હલ થાય તેમ હોય બાયપાસ નેશનલ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા બનાવેલ નેશનલ હાઇવેમાં ખેડૂતોની જમીનોમાં જવા આવવાના રસ્તાઓ બંધ થયેલ છે.
આ બાયપાસ સાથે સર્વિસ રોડ બનવવામાં આવેલ ન હોય કે તેનું આયોજન કર્યા વગર આડેધડ આયોજન કરી બાયપાસ પુરો કરવા માંગતી નેશનલ હાઇવે ઓથોરીટી તાત્કાલીક ધોરણે સર્વે નંબર 470 પૈકી 5 વાળી જમીનો અને આજુબાજુમાં આવેલા ખેડૂતોની પિયતની જમીનોમાં પાણી પ્રવેશ ન કરે તેમજ અવર જવર કરવા માટે તાત્કાલીક ધોરણે સર્વિસ રોડ બનાવી કાયમી સમસ્યાનું નિરાકરણ લાવવા માંગણી નાયબ કલેક્ટરને રજુઆત કરાયેલ છે.


Loading...
Advertisement