ઋષિવંશી સમાજ આયોજીત નાભિક પુરાણ કથાનું સમાપન

19 November 2019 10:31 AM
Bhavnagar
  • ઋષિવંશી સમાજ આયોજીત નાભિક પુરાણ કથાનું સમાપન

ભાવનગર, તા. 19
ઋષિવંશી સમાજ સેવા સંઘના સ્થાપક પ્રમુખ હેમરાજભાઇ પાડલિયાના માર્ગદર્શન હેઠળ જામનગરના ઋષિવંશી સમાજના આંગણે નાભિક પુરાણની કથાનું મહાત્મ્યનું આયોજન ગુલાબનગર ખાતે કરવામાં આવેલ કથાનું રસપાન વિજયભાઇજી દ્વારા કરવામાં આવેલ આ કથાનો લાભ ઋષિવંશી સમાજના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ તેમજ હેમરાજભાઇએ તમામ ઋષિવંશીઓની ચિંતા કરતા કથા દરમ્યાન આયુષ્યમાન કાર્ડ તથા સુક્ધયાનો લાભ લેવા દરેક ઋષિવંશીઓને અનુરોધ કરી સમાજના લોકો માટે વિનામૂલ્યે વિમાનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો. સમગ્ર આયોજનમાં ઋષિવંશી સમાજ જામનગરના પ્રમુખ નવનીતભાઇ ઝાલા તથા તેમની ટીમ તથા ગુલાબનગર વાળંદ યુવક મંડળે ભારે જહેમત ઉઠાવી હતી.


Loading...
Advertisement