આહિર શૌર્ય દિવસની ઉજવણી, 25 હજાર લોકોએ પરંપરાગત વેશ ધારણ કર્યો

18 November 2019 07:37 PM
Rajkot Video

શહેરના રેસકોર્સ મેદાન ખાતે આહિર સમાજ દ્વારા આહિર શોર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આહિર સમાજના શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સમાજના અગ્રણીના જણાવ્યાનુસાર 25 હજાર લોકોએ પરંપરાગત વેશ ધારણ કરી આવ્યા હતા અને સૈનિકો માટે સમાજ દ્વારા એક એપ્લીકેશન બનાવવામાં આવી છે. જેમાં 10 હજાર લોકોએ ફોર્મ ભર્યું હતું. આ એપ્લીકેશન મારફત જ્યારે સૈનિકોને લોહીની જરૂર પડશે ત્યારે આ 10 હજાર લોકો લોહી આપશે. આ બંનેને લઇને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નોંધાયો છે.


Loading...
Advertisement