મહારાષ્ટ્રમાં સરકાર રચવાની વાતમાં મોણ નાખતા પવાર: ભાજપ, શિવસેનાને સવાલ પૂછો

18 November 2019 06:22 PM
India Politics
  • મહારાષ્ટ્રમાં સરકાર રચવાની વાતમાં મોણ નાખતા પવાર: ભાજપ, શિવસેનાને સવાલ પૂછો

એનડીએમાંથી હાંકી કઢાતા સેના લાલઘૂમ: રાઉતની સરાસરી

નવી દિલ્હી તા.18
મહારાષ્ટ્રમાં સરકાર રચવા મુદે આજે રાજકીય સમીક્ષકોની નજર એનસીપી નેતા શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની મુલાકાત પર છે. આજે સવારો પવારે પત્રકારોએ સરકારની રચના બાબતે સવાલ કર્યો ત્યારે પીઢ નેતાએ પતા ખોલ્યા નહીં, અને વળતો સવાલ કર્યો હતો કે તમે આ સવાલ ભાજપ અને શિવસેનાને કરો, કેમ કે તેમને જનાદેશ મળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે એ બન્ને પક્ષોને સરકાર રચવા દો. અમે અમારી રાજનીતિ કરીશું.
સોનિયા ગાંધી સાથેની તેમની સૂચિત મુલાકાતને તેમણે શિષ્ટાચાર ગણાવ્યો હતો.
પવારના જવાબથી મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વમાં એનસીપી-કોંગ્રેસની સરકાર રચનાનું રહસ્ય વધુ ઘેરાયું છે.
બીજી બાજુ, શિવસેનાએ પોતાના પુર્વ સહયોગી ભાજપ પર આકરા પ્રહારો ચાલુ રાખ્યા છે. શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે ભાજપના નેતા પોતાને ભગવાન સમજી રહ્યા છે. તે માને છે કે તે કંઈ પણ કરી શકે છે. ભાજપ નેતાઓની પોતાને ભગવાન માનવાની વિચારધારા ખોટી
છે. દેશમાં મોટામોટા બાદશાહ આવી ચાલ્યા ગયા, પણ દેશમાં લોકશાહી યથાવત છે. તેમણે જણાવ્યું હતું કે એનડીએ કોઈની પ્રોપર્ટી નથી. તેમણે જણાવ્યું હતું કે એનડીએમાંથી શિવસેનાને કાઢવાની જાહેરાત પાયાવિહોણી છે. કયા આધારે અમને બહાર કરવામાં આવ્યા છે.


Loading...
Advertisement