અમદાવાદમાં વધુ એક પાણીની ટાંકી ધરાશાયી: નાસભાગ; મોટી દુર્ઘટના ટળી

18 November 2019 05:48 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદમાં વધુ એક પાણીની ટાંકી ધરાશાયી: નાસભાગ; મોટી દુર્ઘટના ટળી

અમદાવાદ તા.18
અમદાવાદમાં પાણીની ટાંકી તૂટી પડવાની વધુ એક ઘટના પ્રકામાં આવી છે. ગોતાના વસંતનગરમાં પાણીની ટાંકી ઉતારતી વખતે ધરાશાયી થઈ હતી જેને પગલે નાસભાગ મચી હતી.
સૂત્રોએ કહ્યું કે પાણીની ટાંકી ઉતારતી વખતે તે ધસી પડી હતી અને તેના સ્લેબને એક ભાગ બાજુના મકાન પર પડયો હતો. વોર્ડ કોર્પોરેટર દિનેશ દેસાઈએ એવો આક્ષેપ કર્યો કે વસંતનગર હાઉસીંગ બોર્ડ ટાઉનશીપમાં વર્ષો જુની જર્જરીત ટાંકી હતી. ઘણા વખતથી પાણી ભરવાનું બંધ હતું. આ ટાંકી ઉતારવાની કામગીરી હાઉસીંગ બોર્ડે કરી ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. ટાંકીની ધરી ખસી જતા સ્લેબ બાજુના મકાન પર પડયો હતો.
આ કામગીરી વખતે આસપાસના ભાગો કોર્ડન કરાયા હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી છતાં નાસભાગ મચી હતી. કોઈ સુરક્ષાના પગલા લીધા વિના અને બેદરકારીપૂર્વક કામગીરી કરાયાનો આક્ષેપ લોકોએ કર્યો હતો.


Loading...
Advertisement