રિક્ષામાં બેસાડી મુસાફરોના ખિસ્સા હળવા કરતી બેલડીની પાંચ શિકાર કર્યાની કબૂલાત

18 November 2019 05:37 PM
Rajkot Saurashtra
  • રિક્ષામાં બેસાડી મુસાફરોના ખિસ્સા હળવા કરતી બેલડીની પાંચ શિકાર કર્યાની કબૂલાત

પોલીસે રીક્ષા-રોકડ મળી કુલ રૂા.45000નો મુદામાલ કબ્જે કર્યો

રાજકોટ, તા.18
શહેરભરમાં તરખાટ મચાવતી રિક્ષાગેંગ સમયાંતરે કળા કરી લેતી હોવાના કિસ્સા પોલીસમાં નોંધાતા હોય છે. ત્યારે મુસાફરોને રિક્ષામાં બેસાડયા બાદ નજર ચુકવીને અથવા તો છરી બતાવીને લૂંટી લેતા હોવાના ગુનામાં સંડોવાયેલ બે દેવીપુજક શખસો ગાંધીગ્રામ પોલીસે ઝડપી લીધા હતા અને અન્ય સાગરીતોની શોધખોળ શરૂ કરી હતી.
પોલીસે સાધુ વાસવાણી રોડ પરના ગોપાલ ચોક પાછળ ભરવાડની ઓરડીમાં રહેતા દેવીપુજક ચેતન પ્રવિણ રાઠોડ અને ભગવતીપરામાં દિલીપના મકાનમાં રહેતા દેવીપુજક અનીલ રમેશ સોલંકીને ઝડપી લઈ રૂ.15 હજારની રોકડ તથા રિક્ષા મળી કુલ રૂ.45 હજારનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પાંચથી વધુ મહિલા અને વૃધ્ધને રિક્ષામાં બેસાડી પૈસા સેરવી લીધાની કબૂલાત આપી હતી. પીએસઆઇ જે.એમ.ભટ્ટની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement