લોધેશ્વર સોસાયટીની પરીણીતાને પતિએ મારકુટ કરી ઘરમાંથી કાઢી મુકી

18 November 2019 05:34 PM
Rajkot Saurashtra
  • લોધેશ્વર સોસાયટીની પરીણીતાને પતિએ મારકુટ કરી ઘરમાંથી કાઢી મુકી

તારે પંચરવાળાની દુકાન સાથે પ્રેમસંબંધ છે કહી પતિ ચારીત્ર્ય અંગે શંકા-કુશંકા કરતો: પતિ, મામાજી સસરા, માસીજી સાસુ વિરૂદ્ધ માનસીક ત્રાસ અંગે ફરિયાદ નોંધાઈ

રાજકોટ તા.18
શહેરના રામનગર શાક માર્કેટમાં રહેતી લોધા પરીણીતાને મહિલા પોલીસ સ્ટેશનમાં મારકુટ, શારીરીક-માનસીક ત્રાસ આપ્યા અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ મામાજી સસરા, માસીજી સાસુ સામે ફરીયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રોડ પર રામનગર શાક માર્કેટમાં રહેતી ઘરકામ કરતી શિતલબેન પ્રકાશભાઈ ખેસીયા ઉ.વ.21, નામની લોધા પરીણીતાના લગ્ન જ્ઞાતિના રીતી રીવાજ મુજબ બે વર્ષ પહેલા વિસ્તારમાં જ રહેતા પ્રકાશ કાળુભાઈ ખેરડીયા સાથે થયા હતા. લગ્ન બાદ પરીણીતા પોતાના પતિ કાળુભાઈ સાથે મામાજી સસરા નંદરામભાઈ ગતીયાનાં ઘરે સંયુકત પરીવારમાં રહેવા માટે ગઈ હતી. લગ્નગાળાનાં એક માસ બાદ પરીણીતાને તેની મામાજી સાસુએ ઘરકામ કરવા બાબતે મેણાટોણા મારી મારકુટ કરતા હતા. જયારે પરીણીતા પતિને ફોન કરતી ત્યારે સરખી રીતે વાતો કરતો નહિં અને મારા મામાજી સસરા નંદરામભાઈને ચાલુ ફોન આપી દેતો, જેથી મામાજી સસરા તારામાં બુધ્ધિ જેવુ કંઈ છે જ નહિં, કામ ટાણે ફોન કેમ કરશ કહી ધમકાવતા હતા.
રાત્રીના સમયે પતિ કાળુ ખેરટીયાને મામાજી સસરા-માસીની ચડામણીથી તારે પાડોશમાં રહેતા પંચરવાળાની દુકાન ધારક સાથે પ્રેમ સંબંધ છે. કહી ચારીત્ર્ય અંગે શંકા-કુશંકા કરી મારકુટ કરતો હતો. પરંતુ સમય જતાની સાથે પતિના વર્તનમાં સુધારો નહિં આવતા સુવાળા સંબંધો બાબતે શંકાઓ કરી ઘરમાંથી પહેરેલ કપડે પરીણીતાને બે વખત કાઢી મુકી હતી. તું મને છુટાછેડા આપી દે અથવા તું મરી જા કહી અવારનવાર માનસીક-શારીરીક ત્રાસ ગુજારવાનું ચાલુ રાખતા રીસામણે રહેલી પરીણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ પ્રકાશ કાળુ ખેરટીયા, નંદરામ કરમશી ખેરટીયા, મામીજી સાસુ જાગૃતિબેન નંદરામ ગળીયા રહે.બધા લોધેશ્ર્વર મહાદેવ મંદિરની સામે) વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે.ફરીયાદના આધારે એએસઆઈ નીતાબેન ડાંગરે વધુ તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement