બિમારીથી કંટાળી આધેડનો ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ આપઘાત

18 November 2019 05:27 PM
Rajkot Saurashtra
  • બિમારીથી કંટાળી આધેડનો ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ આપઘાત

રાજકોટમાં પ્રેમમંદિર પાસે રહેતી પરિણીતાનો માથાના દુ:ખાવાથી કંટાળી આપઘાતનો પ્રયાસ

રાજકોટ તા.18
વંથલીની નવયુગ સોસાયટીમાં રહેતા વાલ્મીકી આધેડે બિમારીથી કંટાળી ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા તેમને જુનાગઢ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. જયાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયુ હતું.
બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ વંથલીનાં કુતિયાણા રોડ પર નવયુગ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ બાવનજીભાઈ ચુડાસમા ઉ.વ.45 નામના વાલ્મીકી આધેડે ગત તા.10-11 ના રોજ પોતાના ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતાં તેમને પ્રથમ જુનાગઢ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા અહી ગઈકાલે રાત્રીનાં સારવાર દરમ્યાન તેમનું મોત થયુ હતું. આધેડ ત્રણ ભાઈના પરિવારમાં નાના હતા તેમને સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે.આધેડ અહીંની સરકારી હોસ્પીટલમાં સફાઈકામ કરતા હતા તેમને લાંબા સમયથી ડાયાબીટીસની બિમારી હોય તેનાંથી કંટાળી આ પગલુ ભરી લીધુ હોવાનું જાણવા મળેલ છે.
અન્ય બનાવમાં રાજકોટમાં કાલાવડ રોડ પર પ્રેમમંદિરની પાછળ આવેલી વસાહતમાં રહેતા જયશ્રીબેન બાબુભાઈ મકવાણા ઉ.વ.35 નામની દલીત પરીણીતાએ માથાના દુ:ખાવાથી કંટાળી ઘઉંમાં નાખવાના ટીકડા પી જતાં તેમને સારવાર માટે સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. પરીણીતાને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળેલ છે.


Loading...
Advertisement