હનીટ્રેપ પ્રકરણ:ત્રિપુટી ગોંડલના કોન્ટ્રાક્ટર પાસેથી છેલ્લા એક માસથી નાણાં ખંખેરતી’તી

18 November 2019 05:25 PM
Rajkot Crime Saurashtra
  • હનીટ્રેપ પ્રકરણ:ત્રિપુટી ગોંડલના કોન્ટ્રાક્ટર પાસેથી છેલ્લા એક માસથી નાણાં ખંખેરતી’તી

પોલીસમેનના સ્વાંગમાં તોડ કરનાર શખ્સ અને બે મહિલા ઝડપાયા: એક દિવસના રિમાન્ડ પર: બી.ડીવી. પોલીસ મથક પાસે લઈ ગયા હતા અને કેસ નહી કરવા માટેની રૂ.3 લાખની માગણી કરી’તી: પ્રવીણ અને ઉષાએ પાંચ કોરા ચેક લખાવી લીધા અને એક દોઢ લાખનો ચેક વટાવવાનો કારસો કર્યો હતો

રાજકોટ:તા.18
ગોંડલમાં રહેતા પટેલ કોન્ટ્રાકટરને હનીટ્રેપમાં ફસાવી દસ લાખની માગણી કરી રૂ.ર.83 લાખની રકમ પડાવી લેનાર અને પોલીસમેનનો સ્વાંગ રચનાર આહીર શખસ અને બે મહિલા વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.
આ બનાવ અંગેની વિગત એવી છે કે, ગોંડલના વોરા કોટડા રોડ પર આસોપાલવ પાર્કમાં રહેતા અને કોન્ટ્રાકટર તરીકે કામકાજ કરતા સંજય જેઠાભાઈ વસોયા નામના પટેલ યુવાનને આઠેક માસ પહેલા હનીટ્રેપમાં ફસાવીને પાંચ કોરા ચેક તથા રૂ.ર.83 લાખની રોકડ રકમ પડાવી લેનાર પોલીસમેન પ્રવિણ તથા ઉષા ડોબરીયા અને નીપા ઝાલા(મોચી) સહિતના વિરુઘ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
આ અંગે ફોજદાર એન.જે.જાડેજા તથા જમાદાર જગેન્દ્રસિંહ જાડેજા અને મીતેષભાઈ સહિતના સ્ટાફે હાથ ધરેલી તપાસમાં સંજય વસોયાના ગોંડલ રહેતા મિત્ર વિજય જીજરીયાની પત્ની આશાની બહેન રાજકોટના પેડક રોડ પરના નારાયણનગરમાં રહેતી ઉષા ડોબરીયા આઠેક માસ પહેલા સંપર્કમાં આવી હતી અને રાજકોટમાં ઘરનો સામાન ફેરવવાનો હોય સંજય વસોયાને બોલાવતા સંજય તેની કાર લઈને ગયો હતો અને ત્યાં ઉષા ડોબરીયાએ નીપા ઝાલા નામની યુવતીનો પરીચય કરાવ્યા બાદ બન્નેએ એકબીજાના નંબર લીધા હતા અને વાતચીત કરતા હતા અને નીપા ઝાલા(મોચી)ને પોતે છુટાછેડા લીધા હોય મૈત્રી કરાર કરવાની વાત કરી હતી અને બાદમાં નીપા મોચીએ ફોન કરી સંજયને રાજકોટ ખરીદી માટે બોલાવ્યો હતો અને બન્નેએ ખરીદી કર્યા બાદ પેડક રોડ પર આવેલા એક મકાનમાં બન્ને ગયા હતા.
દરમિયાન એક શખસ આવ્યો હતો અને પોતે બી.ડીવી. પોલીસ મથકના ચંદ્રસિંહ જાડેજા હોવાનું જણાવી બનને ફડાકા માર્યા હતા. અને પોતાની કારમાં સંજય વસોયાને બેસાડી મોરબી રોડ પર લઈ ગયો હતો અને રૂ.દસ લાખની માગણી કરી હતી અને કાર બી.ડીવી. પોલીસ મથક પાસે રખાવી દીધી હતી. બાદમાં ગોંડલ લઈ જઈ રૂ.96 હજાર પડાવી લીધા હતા અને બીજા દિવસે ફોન કરી ગુંદાળા ચોકડી એ બોલાવ્યો હતો અને રૂ.રપ હજાર પડાવ્યા હતા અને રાજકોટ ગોંડલ ચોકડીએ લાવવામાં આવ્યો હતો ત્યારે ઉષા ડોબરીયા પણ આવી ગઈ હતી અને બન્નેએ પાંચ કોરા ચેક લખાવી લીધા હતા અને એક દોઢ લાખનો ચેક વટાવવાનો કારસો કર્યો હતો. બાદમાં બી.ડીવી. પોલીસ મથક પાસે લઈ ગયા હતા અને કેસ નહી કરવા માટેથી રૂ.3 લાખની માગણી કરી હતી અને કાર છોડાવવા માટેથી રૂ.70 હજાર નકકી કર્યા હતા તેમજ બેંકમાં ચેક વટાવવા જતા બેંકમાંથી જાણ કરવામાં આવી હતી અને ચેકમાં સહી કરનાર શખસ પ્રવિણભાઈ હોવાનું જાણવા મળ્યું હતું. સંજય વસોયા પાસેથી રોકડ અને ચેક દ્વારા રૂ.ર.83 લાખની રોકડ પડાવી લેવામાં આવી હતી.
પોલીસે રત્નદીપ સોસાયટીમાં રહેતા અને પોલીસમેનનો સ્વાંગ રચનાર પ્રદ્યુન્મન ઉર્ફે પ્રવિણ રાવતભાઈ ડાંગર નામના આહીર શખ્સ તથા ભગવતીપરામાં ભૂમિપ્રસાદ કારખાના વાળી શેરી માં રહેતી નીપા કિશોર ઝાલા(મોચી) અને પેડક રોડ પરના રણછોડનગરમાં રહેતી ઉષા જગદીશ ડોબરીયાની ધરપકડ કરી હતી.ત્રિપુટીને કોર્ટ હવાલે કરાતા તેના એક દિવસના રિમાન્ડ મળ્યા હતા.


Loading...
Advertisement