શેરબજારમાં ઉછાળે વેચવાલી: સેન્સેકસમાં 72 પોઈન્ટનો ઘટાડો

18 November 2019 05:11 PM
Business India
  • શેરબજારમાં ઉછાળે વેચવાલી: સેન્સેકસમાં 72 પોઈન્ટનો ઘટાડો

રાજકોટ તા.18
મુંબઈ શેરબજારમાં આજે ઉછાળે વેચવાલી વચ્ચે ઘટાડાનું વલણ હતું. સેન્સેકસમાં 72 પોઈન્ટનો ઘટાડો હતો.
શેરબજારમાં આજે શરુઆત તેજીના ટોને થઈ હતી. અર્થતંત્રના મોરચે વિરોધાભાસી રીપોર્ટ આવતા હોવાના કારણોસર માનસ સાવચેતીનું હતું.
શેરબજારમાં આજે લાર્સન, મારૂતી, રીલાયન્સ, ટીસીએસ, બજાજ ઓટો, એચડીએફસી, બેંક હીરો મોટો, યશ બેંક, બ્રીટાનીયા, મહીન્દ્રમાં ગાબડા હતા. ભારતી એરટેલ,ટીસ્કો, ભારત પેટ્રો, ઈન્ડુસઈન્ડ બેંક, ગ્લેનમાર્કમાં સુધારો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 72 પોઈન્ટના ગાબડાથી 40284 હતો. જે ઉંચામાં 40542 તથા નીચામાં 40221 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 12 પોઈન્ટ ઘટીને 11884 હતો. જે ઉંચામાં 11946 તથા નીચામાં 11867 હતો.


Loading...
Advertisement