બોલિવૂડમાં આ 4 અભિનેતા એટલી હદે ફ્લોપ ગયા કે, રસ્તા પર લોકો ઓળખી પણ નથી શકતા: જાણો વિગતો.....

18 November 2019 04:13 PM
Entertainment
  • બોલિવૂડમાં આ 4 અભિનેતા એટલી હદે ફ્લોપ ગયા કે, રસ્તા પર લોકો ઓળખી પણ નથી શકતા: જાણો વિગતો.....

મુંબઈ: બોલિવૂડની દુનિયામાં સામાન્ય રીતે એવું હોય છે કે, સ્ટાર્સ પોતે ફીટ થવા અને બોડીને ફિટ રાખવા એક્ષસાઈઝ, જીમ કરતા હોય છે. જે લોકો માટે પ્રેરણારૂપ બને. પરંતુ કેટલાક સ્ટાર્સ એવા છે કે જે ફ્લોપ થયા પછી ફિટ થઇને ફેટ (જાડા) થઇ ગયા છે. આવા અભિનેતાઓની નામાંકન સૂચી જોઈએ તો, સૌથી પહેલું નામ યાદ આવે ઉદય ચોપરાનું, પણ એના સિવાય પણ ઘણા એવા અભિનેતાઓ છે કે, જે ફ્લોપ ગયા પછી ફિલ્મોમાં કામ મળતું બંધ થયું છે. માટે પોતાના શરીર પ્રત્યે બેદરકાર બની ગયા અને જાડા થઇ ગયા છે. હાલમાં તેઓ એટલી હદે જાડા થઇ ગયા છે કે, તેઓ રસ્તા પર નીકળે તો પણ લોકો તેમણે ઓળખી પણ નથી શકતા.

ઉદય ચોપરા
યશ ચોપરાના નાના દીકરા એટલે ઉદય ચોપરા તેમણે બોલિવૂડમાં ફિલ્મ મોહબ્બતેંમાં સિક્સ પેક સાથે ડેબ્યુ કર્યું હતું. એ વખતે તેમની ફિટનેસ ખૂબ જ મજબૂત હતી, પણ સમય સાથે ન મળતા ફિટનેસ ખોવાઈ ગઈ છે. તેમનો લૂક ધીમે ધીમે બદલાવવા લાગ્યો. હાલમાં તેઓ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે કે તેમણે ઓળખવા પણ મુશ્કેલ બની ગયું છે. તેના ચહેરા પર ઉંમરની સ્પષ્ટ અસર દેખાય છે અને દાઢીના વાળ પણ સફેદ દેખાવા લાગ્યા છે.

હરમન બાવેજા
ઉદય ચોપરાની જેમ હરમન બાવેજાએ પણ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું ત્યારે તેઓ ઘણા ફિટ હતા ને તેમને બીજા હ્રિતિક રોશન તરીકે પણ ઓળખવામાં આવતા હતા. પણ હવે તેમનું વજન ઘણું વધુ ગયું છે. તેમની એક તસ્વીરમાં તે ઘણા જાડા દેખાઈ રહ્યા છે. હાલમાં હરમન બાવેજાએ પ્રિયંકા ચોપરા અને બિપાશા બાસુ અભિનેત્રીઓને ડેટ કરી છે, તો તેમને જોઈને કોઈ ઓળખી પણ ન શકે એટલી હદે તેઓ જાડા થઇ ગયા હતા.

ફરદીન ખાન
બોલીવૂડના ચોકલેટી બોય રહી ચૂકેલા ફરદીન ખાનનું વજન પણ હાલમાં ઘણું વધી ગયું છે કે તેમણે પણ હવે તેમની સ્ટાઇલ સેન્સ હતી તે પહેલા જેવી નથી રહી. તેને જાનશીન, હમ હો ગયે આપકે, હે બેબી, નો એન્ટ્રી, લાઈફ પાર્ટનર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ લાંબા સમયથી ફિલ્મોથી દૂર થઇ જતા તેમને પણ ઓળખી ના સ્જકાય તેવા જાડા થઇ ગયા છે.

ચંદ્રચુડ સિંહ
ખૂબ જ ટેલેન્ટેડ અભિનેતા ચંદ્રચુડ સિંહ એક સમયે છોકરીઓનો ક્રશ હતો, પણ હવે એમાં એ વાત નથી રહી. તે પોતાના કરિયરની શરૂઆતમાં ખૂબ જ ફિટ હતા પણ હવે તે ફિટ નથી રહયા, તેનું વજન વધી ગયું છે. હવે તેને ફિલ્મોમાં કામ પણ ઓછું મળે છે.
Image result for shadab khan bollywood actor
શાદાબ ખાન
બોલીવૂડના સૌથી પ્રખ્યાત ખલનાયક ગબ્બર ઉર્ફે અમજદ ખાનના દીકરા શાદાબ ખાને ફિલ્મ રાજા કી આયેગી બારાતથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું, પણ આ પછી ગણતરીની ફિલ્મો કર્યા બાદ તેમને વધુ ફિલ્મોમાં કામ મળ્યું ન હતું. એનું નામ પણ એવા જ અભિનેતાઓની યાદીમાં ગણાય છે કે ફ્લોપ થયા બાદ જેમનું વજન વધી ગયું હોય.


Loading...
Advertisement