મોરબી પાલિકાના ચેરમેનના ભાઈની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

18 November 2019 03:33 PM
Porbandar
  • મોરબી પાલિકાના ચેરમેનના ભાઈની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.18
મોરબીના રફાળેશ્વર પાસે થોડા સમય પહેલા મોરબી પાલિકાના પાવડી વિભાગના ચેરમેનના ભાઈની હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં એસ.ઓ.જી.ની ટીમ દ્વારા જામનગરમાંથી હત્યા કેસના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે એસપી દ્વારા સુચના આપવામાં આવી છે દરમ્યાન મોરબી એસ.ઓ.જી. પીઆઈ જે.એમ.આલની સુચના તથા માર્ગદર્શન મુજબ ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ, નરેન્દ્રસીંહ રધુવીરસીંહ તથા અનીલભાઇ ભટ્ટ વગેરે પ્રયત્નશીલ હતા તેવામાં ફારૂકભાઇ યાકુબભાઇ તથા અનીલભાઇ ભટ્ટને મળેલ ચોકકસ બાતમી આધારે મોરબી તાલુકાના વર્ષ ર019ના હત્યાના ગુનામાં છેલ્લા દસ માસથી નાસતો ફરતો આરોપી કાદર મામદ માણેક જાતે મીયાણા (ઉ. 39) રહે . જામનગર બેડી વિસ્તાર એકડા પીરની દરગાહ પાસે મીયાણાવાસ મુળ રહે - વીસીપરા મોરબીની ધરપકડ કરવામાં આવેલ છે.


Loading...
Advertisement