ગોંડલમાં વકીલ સહિત બે ઉપર પાઇપ વડે હુમલા

18 November 2019 02:29 PM
Gondal
  • ગોંડલમાં વકીલ સહિત બે  ઉપર પાઇપ વડે હુમલા

બાઇક ધીમુ ચલાવવાના મુદ્દે ઘટના : બે શખ્સો સામે ફરિયાદ

ગોંડલ તા.18
ગોંડલના વિક્રમસિંહ કોમ્પ્લેક્ષ પાસે બાઇક ધીમું ચલાવવા બાબતે થયેલા ઝઘડામાં વકીલ સહિત બે પર સિંધાવદરના બે શખ્સોએ પાઇપથી હુમલો કરતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ વિક્રમસિંહજી કોમ્પ્લેક્ષ વિભાગ સી પાસે સિઘ્ધરાજસિંહ હિતુભા જાડેજા સ્પીડમાં બાઇક લઇને નીકળતાં જયેશભાઇએ બાઇક ધીમું ચલાવવાનું કહેતા ઝઘડો થવા પામ્યો હતો અને સિઘ્ધરાજસિંહ તથા તેની સાથેના શિવભદ્રસિંહ કરણસિંહ જાડેજા રહે. બંને મૂળ સિંધાવદર હાલ ગોંડલએ જયેશભાઇને ગાળો આપી મારવા જતાં વકીલ દિનેશભાઇ પાલાભાઇ પાતર વચ્ચે પડતા તેના પર ઉપરોકત બંને શખ્સોએ લોખંડના પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડી જાતી પ્રત્યે અપમાનીત કરતા વકીલ દિનેશભાઇ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે આરોપીઓ વિરૂઘ્ધ આઇપીસી કલમ 323, 504, 506(2), 114 તેમજ એટ્રોસીટી એકટ અને જીપીએકટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


Loading...
Advertisement