સુરેન્દ્રનગરમાં બીન સચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ પ્રકરણમાં CCTV કેમેરાની મદદ લેવાશે

18 November 2019 01:52 PM
Surendaranagar Crime Education Gujarat Saurashtra
  • સુરેન્દ્રનગરમાં બીન સચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ પ્રકરણમાં CCTV કેમેરાની મદદ લેવાશે
  • સુરેન્દ્રનગરમાં બીન સચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ પ્રકરણમાં CCTV કેમેરાની મદદ લેવાશે

મોડી રાત સુધી હંગામો મચ્યા બાદ કેન્દ્ર સંચાલક સેવા કોલેજના આચાર્યએ તપાસ કરવા આપી ખાતરી

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.18
સુરેન્દ્રનગર શહેરની એમ પી શાહ કોમર્સ કોલેજ ના 3 વર્ગખંડમાં બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા મા ગેરરીતિ બહાર આવી હોવાનું મોટા પાયે હોબાળો મચતાં શિક્ષણ જગતમાં કલંકિત ઘટના ગણાવાઈ રહી છે. આ સરકારમાં આ અગાઉ એસટી પરીક્ષામાં પણ ગેરરીતિ થયેલ હતી જ્યારે પોલીસ પરીક્ષા માં પણ ગેરરીતિના બનાવો બન્યા હતા. આગાઉ તલાટીની પરીક્ષામાં પણ મોટાપાયે ગેરરીતિ થયેલ હોવાનું હોબાળા સાથે બહાર આવ્યું હતું આમ છતાં પણ વિદ્યાર્થીઓને ન્યાય ન મળ્યો ત્યારે હાલમાં સુરેન્દ્રનગર એમ પી શાહ કોમર્સ કોલેજ માં જ્યારે બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા માં ગેરરીતિ જ્યારે ધ્યાનમાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં અને જિલ્લામાં મળીને 40 હજારથી વધુ બેરોજગાર વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી છે ત્યારે સરકારમાં આ રીતે ભણેલા વિદ્યાર્થીઓનું અવારનવાર શોષણ અને પરીક્ષા ચોરીના મામલામાં પરીક્ષાઓ રદ કરીને અન્યથા વિદ્યાર્થીઓને પરેશાન કરીને એની કારકિર્દી ઉપર પણ અસર વર્તાય છે ત્યારે આ સરકારમાં માત્ર ને માત્ર વહીવટ થકી નોકરી અપાતી હોવાનો આક્ષેપો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે આ મામલામાં સુરેન્દ્રનગર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ કોલેજમાં વિરોધ કરવામાં આવ્યો હતો આમ છતાં આ મામલો મોડી રાત્રી સુધી ધમડ રહ્યો હતો જ્યારે આ અંગેની રજૂઆત લેખિત કે મૌખિક કરવા માટે શિક્ષણ અધિકારી ને કરવાનું જણાવવામાં આવે છે.
હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી ચાલીસ હજાર જેટલા વિદ્યાર્થીઓએ બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા આપી છે ત્યારે હવે એના ભાવિ ઉપર પ્રશ્નાર્થ સર્જાયો છે ત્યારે આ સરકારમાં ભણેલા વિદ્યાર્થીઓની કોઈ કિંમત ન હોવાનું પણ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. આ અંગે એમ પી શાહ કોમર્સ કોલેજમાં પ્રિન્સિપાલ ડોક્ટર દીપક વજાણી જણાવ્યું હતું કે પેપર આપવામાં આવ્યા ત્યારે બે ખૂલેલી હતી તે વાત સાચી છે પરંતુ જે પેપર લીક થયું છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે તે વાત ખોટી છે આમ છતાં પણ કોલેજના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું જ્યારે ચોટીલામાં પણ 20 મિનિટમાં 20 મિનિટ સુધી સુપરવાઇઝર પેપર લખાવ્યા નો આક્ષેપો કરવામાં આવ્યા છે આમ આ રીતે પેપર લીક થવાની ઘટના સમગ્ર સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચાવ્યો છે ત્યારે પરીક્ષાર્થીઓ ભારે મુંજવણમાં મુકાઇ ગયા છે ત્યારે શું વિદ્યાર્થીઓને ન્યાય મળશે કે કેમ આવી અટકળો વચ્ચે વિદ્યાર્થીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.


Loading...
Advertisement