સ્ટાર ગ્રુપની એક સિરિયલ બંધ અને એકનું ભાવિ જોખમમાં

18 November 2019 01:10 PM
Entertainment
  • સ્ટાર ગ્રુપની એક સિરિયલ બંધ અને એકનું ભાવિ જોખમમાં

સ્ટાર ભારત પર આવતી સિરિયલ મુસ્કાન અને સ્ટાર પ્લસ પર આવતા ફેન્ટશી શો યે જાદુ હૈ જિન્નકા ની વાત થઇ રહી છે

મુંબઇ : આજે વેબ સિરીઝની આંધી વચ્ચે નબળા વિષયવસ્તુ ધરાવતી કે દર્શકોને બાંધી ન શકતી સિરિયલો ટપોટપ બંધ થઇ જાય છે. રાધર, મેકર્સે બંધ કરવાનો નિર્ણય લેવો પડે છે. રશ્મી શર્મા ટેલિફિલ્મ્સની રાતે 10 વાગ્યે સ્ટાર ભારત પર આવતી મુસ્કાન સિરિયલ બંધ થવાના એંધાણ છે.
શરદ મલ્હોત્રા અને યેશા રૂધાનીને ચમકાવતી આ સિરિયલ ગયા વર્ષની 29 મેના એન્ડમાં શરૂ થઇ હતી. શરૂઆતમાં એનો ટીઆરપી સારો હતો પણ સમય જતાં તે ઘટતો ગયો. છેલ્લે એમાં ટીવી અને સિરિયલના જાણીતા ચહેરા સુદેશ બોરીની એન્ટ્રી થઇ. પરંતુ તાજા અહેવાલ મુજબ આ શોનો ટીઆરપી સાવ તળીયે બેસી ગયો છે અને બની શકે કે એ બંધ થઇ જાય.
મુસ્કાનમાં મુસ્કાનનો ટાઇટલ રોલ ભજવતી યેશા રૂધાનીએ કહ્યું કે ટેલિવિઝનએ અનપ્રેડિકટેબલ બિઝનેસ છે માટે તમે કહી ન શકો કે એમાં શું થવાનું છે અમે પૂરેપૂરી મહેનત કરીએ છીએ કે એક સારી પ્રોડકટ બનશે. અમે ઇચ્છીએ છીએ કે આ શો ચાલે.
આજકાલ ટીવી શો વર્ષની અંદર પણ બંધ થઇ રહ્યા છે. મુસ્કાનને તો એક વર્ષથી વધુ થઇ ચુકયું છે અને એ ડેન્જર ઝોનમાં છે. જયારે બીજી બાજુ સ્ટાર પ્લસ પર આવતા ફેન્ટસી શો યે જાદુ હૈ જિન્ન કાને લઇને સમાચાર આવ્યા છે કે એ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં બંધ થવાનું છે. વિક્રમસિંહ ચૌહાણ અને અદિતિ શર્માને મુખ્ય પાત્રોમાં ચમકાવતી આ સિરિયલની તો શરૂઆત જ ગયા મહિને ઓકટોબરમાં થઇ છે પણ દર્શકોને બાંધી ન શકતાં એ આવતા વર્ષે ફેબ્રુઆરીની 28મીએ બંધ થશે એવા સમાચાર પ્રોડકશન હાઉસ તરફથી આવ્યા છે.


Loading...
Advertisement