ડાયાબિટિસ દર્દીઓ માટે સારા સમાચાર: સ્ટેમસેલ ઉપચારના 7 કેસમાં સફળ પરિણામ

18 November 2019 12:23 PM
Ahmedabad Health
  • ડાયાબિટિસ દર્દીઓ માટે સારા સમાચાર: સ્ટેમસેલ ઉપચારના 7 કેસમાં સફળ પરિણામ

વડોદરાના ડોકટરોની સિદ્ધિ

વડોદરા તા.18
બ્લડ સુપર કંટ્રોલ કરવા યુકેના સુરેશ વખારીયા 20 વર્ષથી ઈુસ્યુલિનના હેવી ડોઝ લેતા હતા. મૂળ ભૂજના વતની ટાઈપ-2 ડાયાબીટીસના કારણે વખારીયાના કિડની અને હૃદય પણ નબળા પડી રહ્યા હતા. 62 વર્ષના એનઆરઆઈ હવે 7 મહિનાથી ઈુસ્યુલિન અને દવા લેતા નથી. વડોદરામાં સ્ટેમ સેલ સારવાર લીધા પછી આ ફેરફાર થયો છે.
ડાયાબિટિસ મટી ગયો હોઈ અથવા થેરપી પછી ઈુસ્યુલિનનો ડોઝ નોંધપાત્ર ઘટી ગયો હોઈ તેવી સાત વ્યક્તિમાં વખારીયાનો સમાવેશ થાય છે. ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગથી નાણાકીય સહાયથી શરૂ થયેલા રિસર્ચ પ્રોજેકટમાં આ દર્દીઓનો સમાવેશ થતો હતો. સ્ટેમ સેલ થેરપીના ઉપયોગથી હકારાત્મક પરિણામો આવ્યા છે. સ્ટેમ સેલ વિજ્ઞાની ડો. ભાસ્કર વ્યાસના જણાવ્મુજબ 2007માં સ્ટેમ સેલ થેરપી પર રિસર્ચ શરુ કરવામાં અમારું નિષ્ણાંતોનું પ્રથમ જૂથ હતું. જાન્યુઆરી 2012થી અમે સ્ટેમ સેલ થેરપીથી ડાયાબીટીસ દર્દીઓની સારવાર શરુ કરી. ગુજરાતમાં ડાયાબિટિક દર્દીઓના એકધારા પરિણામ મળ્યા છે.
વ્યાસના જણાવ્યા મુજબ બોનમેરોમાં જોવા મળતા મેસેન આયમલ સ્ટેક સેલ્સમાં ઈુસ્યુલિનને છૂટા પાડતા કોશના ગુણ જોવા મળ્યા છે.
ડો. નિરુપા વ્યાસે રિસર્ચ માટે પેટન્ટ ફાઈલ કરી છે.


Loading...
Advertisement