ગોંડલની સબ જેલમાં કેદીઓના આરોગ્યની તપાસ : નિષ્ણાંત તબિબો દ્વારા ચેકઅપ કરાય

18 November 2019 11:14 AM
Gondal
  • ગોંડલની સબ જેલમાં કેદીઓના આરોગ્યની તપાસ : નિષ્ણાંત તબિબો દ્વારા ચેકઅપ કરાય

બાન્દ્રા ગામે સેવા સેતુ કેમ્પમાં લાભાર્થીઓને લાભ અપાયો

ગોંડલ, તા. 18
ગોંડલ સબ જેલ ખાતા બંદીવાન ભાઇ-બહેન ના સ્વાસ્થ્ય ચકાસણી માટે સ્વ.સવિતાબેન કે વાડોદરીયા ચેરીટેબલ ટ્રસ્ટ, ગોંડલના સહયોગથી તા.14/1 1 /2019ના રોજ સર્વ રોગ નિદાન
કેપ (મેડીકલ કેમ્પ) નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડીકલ કેમ્પમાં ડો.દિપક વાડોદરીયા (ઓથોપેડીક નિષ્ણાત), ડો.વિજય વધાસીયા (દાંત રોગ નિષ્ણાત), ડો.હીરેન ઠુંમર (સ્ત્રી રોગ નિષ્ણાત), ડો. અમર ગોંડલિયા (જનરલ ફિઝિશિયન), ડો.ચિરાગ સાટા (મનોચિકિત્સક), ડો. રાજન રૈયાણી (હરસ-મસા નિષ્ણાત), ડી.મયુર વસોયા (જનરલ ફીઝીશીયન), ડો. ચેતન ડાંગર (જનરલ ફીઝીશીયન), ડો.હરેશ ગઢીયા (આંખ રોગ નિષ્ણાત) તથા નિસર્ગભાઈ ચૌહાણ અને નીરજ મકવાણા વગેરેએ હાજર રહી જેલના 10પ પુરૂષ તથા 10 મહિલા બંદિવાન ભાઇ-બહોનોના સ્વાસ્થ્ય ની ચકાસણી કરી જરૂરી દવાનું વિતરણ કર્યું હતું. મેડીકલ કેમ્પ દરમ્યાન જેલ અધિક્ષક ડી. કે. પરમાર તથા જેલ સ્ટાફ એ બંદોબસ્ત વ્યવસ્થા જાળવી હતી અને સ્વ.સવિતાબેન કે વાડોદરીયા ચેરીટેબલ ટ્રસ્ટ તથા મેડીકલ કેમ્પમાં ઉપસ્થિત રહેનાર તમામ ડોકટરનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગોંડલના બાંદ્રા ગામે પાંચમા તબક્કાનો સેવા સેતુ
ગોંડલ તાલુકા મામલતદાર કચેરી દ્વારા બાંદ્રા ગામે પાંચમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંકટ મોચન સહાય 20.000/- એક વ્યક્તિ ને, વૃદ્ધ સહાય રૂ. 750 /- , 19 લોકોને આપવામાં આવ્યા હતા. આ તકે તાલુકા મામલતદાર બી.જે. ચુડાસમા, શહેર મામલતદાર આર.એન.જાડેજા , તાલુકા વિકાસ અધિકારી જે.જી.ગોહિલ ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનજીભાઈ રામાણી, અલ્પેશભાઈ ઢોલરીયા અને તાલુકા પંચાયત ઉપ પ્રમુખ પ્રફુલભાઈ ટોળીયા ઊપસ્થિત રહ્યા હતા ગોંડલ તાલુકા ના ટોટલ 11 સેવા સેતુ કાર્યક્રમો યોજવામાં આવનાર છે, આગામી દિવસોમાં મોટાસખપર, બીલડી, મોટાદડવા, ખડવંથલી, બિલીયાળા તેમજ શેમળા ગામ મા સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન થનાર છે આજના સેવા સેતુ માં બહોળી સંખ્યા માં લોકો એ લાભ લીધો હતો.
મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
ગોંડલ સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા વાલ્મિકી સમાજ પર થઈ રહેલા અત્યાચારો રોકવા અંગે ગોંડલ પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવાયું હતું કે હાલ ધોરાજી મુકામે સફાઈ કામદાર મહિલા પર દુકાનદાર દ્વારા જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી માર મારવામાં આવ્યો છે આ ઘટના નિંદનીય છે તો આવા શખ્સો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી એસ્ટ્રોસીટી એક્ટ મુજબ પગલાં ભરવા અંતમાં માંગ કરી હતી.


Loading...
Advertisement