‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની એક્ટ્રેસ પ્રિયા આહુજા પ્રેગનન્ટ હોવાથી સીરિયલમાં નહીં જોવા મળે?

18 November 2019 10:03 AM
Entertainment India
  • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની એક્ટ્રેસ પ્રિયા આહુજા પ્રેગનન્ટ હોવાથી સીરિયલમાં નહીં જોવા મળે?

દયાભાભી તરીકે જાણીતી એક્ટ્રેસ દિશા હજુ શોમાં વાપસી નથી કરી ત્યાં વધુ એક અભિનેત્રી પ્રેગનન્ટ થઇ હોવાથી આ શોમાં કામ નહીં કરે.

મુંબઈઃ લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માંથી બે વર્ષ પહેલાં દયાબેન બનતી અભિનેત્રી દિશા વાકાની પ્રેગ્નન્સીના કારણે નિકળી ગઈ હતી. દિશા હજુ શોમાં પાછી નથી ફરી ત્યાં વધુ એક અભિનેત્રી પ્રેગનન્ટ હોવાથી આ શોમાં કામ નહીં કરે.
Related image
હવે સમાચાર છે કે એક્ટ્રેસ પ્રિયા આહુજા પણ મા બનવા જઈ રહી છે અને તે પણ શોમાંથી બ્રેક લેવાની છે. પ્રિયા ટૂંક સમયમાં રજા પર જશે તેથી આ શોમાં જોવા નહીં મળે. સોશિયલ મીડિયા પર પ્રિયાએ તેના બેબી બમ્પ સાથે તસવીરો શેર કરી છે. પ્રિયા આહુજા આ શોમાં રીટાની ભૂમિકા નીભાવી રહી છે.
Image result for priya-ahujas
પ્રિયાએ સોશિયલ મીડિયા પરની તસવીરના કેપ્શનમાં લખ્યું, ‘મારા પાંચમા બાળકના સ્વાગત માટે તૈયાર’. આ ફોટામાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’સીરીયલનાં કો-સ્ટાર નિધિ ભાનુશાલી એટલે કે જૂની સોનુ અને કુશ શાહ એટલે કે ગોલી પણ જોવા મળી રહ્યા છે.


Loading...
Advertisement