નિત્યાનંદ વિવાદ: કરણી સેના કાર્યકરોના ન્યાય માટે ધરણા, કહ્યું યુવતી નહીં સોંપાઈ તો આશ્રમમાં આગ લગાવી દઈશું

18 November 2019 09:05 AM
Ahmedabad Crime Gujarat Saurashtra
  •  નિત્યાનંદ વિવાદ: કરણી સેના કાર્યકરોના ન્યાય માટે ધરણા, કહ્યું યુવતી નહીં સોંપાઈ તો આશ્રમમાં આગ લગાવી દઈશું

નિત્યાનંદ આશ્રમમાં વિવાદ વકર્યો

અમદાવાદ: નિત્યાનંદ આશ્રમમાં વિવાદનો મામલે પરિજનોના સમર્થનમાં કરણી સેના આવી છે. તાળાં તોડીને કરણી સેના આશ્રમમાં પહોંચી હતી. પોલીસે કરણી સેનાના કાર્યકરોને આશ્રમમાંથી બહાર કાઢ્યા હતાં. કરણી સેનાના કાર્યકરોએ આશ્રમ બહાર ધરણાં કર્યા હતાં.

ત્યારે કરણી સેનાએ ચિમકી ઉચ્ચારી હતી કે, જો યુવતી નહીં સોંપવામાં આવે તો અહીં આગ લગાવી દઈશું. કરણી સેના ખોટી રીતે વિરોધ કરી રહી છે. CWC એ જાણકારી આપી જ છે. આશ્રમના સંચાલકોએ મીડિયા કર્મી સાથે ગેરવર્તન કર્યુ હતું. આશ્રમના સાધુઓનું યુવતી અંગે મૌન છે.


Loading...
Advertisement