સુરતની એક હોસ્પિટલમાં મહિલા સફાઈકર્મી સાથે છેડતી કર્યાની ઘટના સામે આવી

18 November 2019 08:49 AM
Surat Crime Gujarat Saurashtra
  • સુરતની એક હોસ્પિટલમાં મહિલા સફાઈકર્મી સાથે છેડતી કર્યાની ઘટના સામે આવી

આ સમગ્ર ઘટનાને પગલે શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

સુરત: શહેરની મસ્કતિ હોસ્પિટલમાં મહિલા સફાઈકર્મી સાથે છેડતીની ઘટના સામે આવી છે. જેમાં હોસ્પિટલના મુકાદમ ઓશોક વાળંદે હોસ્પિટલની મહિલા સફાઈકર્મી સાથે છેડતી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો. જેમાં યુવકે 15થી વધુ મહિલા સફાઈ કામદારોની છેડતી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ મામલે RMOને 15થી વધુ મહિલાઓએ ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં નથી લેવામાં આવ્યા. ત્યારે આ સમગ્ર ઘટનાને પગલે ભારે ચકચાર મચી છે.


Loading...
Advertisement