હવે ઓનલાઈન સોફ્ટવેર જાણી જશે તમારા મૂડ ને, જો ખરીદીનો મુડ હશે તો જ ઓર્ડર બુક થશે.

17 November 2019 03:31 PM
Technology
  • હવે ઓનલાઈન સોફ્ટવેર જાણી જશે તમારા મૂડ ને, જો ખરીદીનો મુડ હશે તો જ ઓર્ડર બુક થશે.

ઓનલાઇન શોપિંગ કરતી વખતે સૌથી સરળ ઓપ્શન કેશ ઑન ડિલિવરી એટલે કે CODનો છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને તમારો મનપસંદ સામાન ઓર્ડર કર્યા બાદ થોડા દિવસો વધુ વિચાર કરવાનો સમય મળી જાય છે. સાથે જ જો તમારી પાસે રૂપિયાની તંગી હોય તો ઉધાર લેવાના બદલે રૂપિયાની વ્યવસ્થા કરવા માટે તમને સમય મળી જાય છે. તે બાદ પણ તમને ખ્યાલ આવી ગયો કે તમારે આ સામાન નથી જોઇતો, તો ઓર્ડર કેન્સલ કરવા માટે પણ તમારી પાસે પૂરતો સમય મળી જાય છે.

પરંતુ જો તમને આવું કરવાની આદત હોય કે, ઓર્ડર કર્યા બાદ વસ્તુ ખરીદવી કે ન ખરીદવી તેની મુંઝવણમાં ફસાયા હોય તો, આવનારા દિવસોમાં તમે તેવું નહી કરી શકો. એવું નહી બને કે કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ નહી મળે. પરંતુ ઓનલાઇન કંપનીઓ સામાનને ઓર્ડર કરતી વખતે તમારા મૂડને પકડી લેશે અને જ્યારે તમે ઓર્ડર કરશે તો સિસ્ટમ તમારા કેશ ઓન ડિલિવરીના ઓપ્શનને નહી સ્વીકારે.


ઓનલાઇન શોપિંગ કંપનીઓનું કહેવું છે કે તેમના ત્યાં આશરે 65 ટકા વેપાર કેશ ઓન ડિલિવરીથી થાય છે. આ વિકલ્પને અપનાવ્યા બાદ આશરે એક તૃત્યાંશ ઓનલાઇન ખરીદનાર ડિલિવરીના સમયે સામાન પરત આપી દે છે. આમ કરવાથી તેમને 50થી 150 રૂપિયાનું નુકસાન થાય છે. તેથી ઓનલાઇન શોપિંગ કંપનીઓ પોતાના નુકસાનથી બચવા અને ગ્રાહકોને જોડી રાખવાનું વિચારી રહી છે. કારણ કે ખરીદનાર સાથે આમનો-સામનો નથી થતો. પરંતુ ખરીદનાર અને વેચનાર વચ્ચે સોફ્ટવેર માધ્યમ બને છે. તેથી હવે ઓનલાઇન શોપિંગ કંપનીઓ સોફ્ટવેર ડેવલપ કરવા પર ફોકસ કરી રહી છે.

સિસ્ટમમાં આ સોફ્ટવેરના આવ્યાં બાદ મોટા ફેરફાર જોવા મળશે. ઓનલાઇન ખરીદી વિશે જો આ સોફ્ટવેર નકારાત્મક મૂડ દર્શાવશે તો સોફ્ટવેર ખરીદી પર કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન નહી સ્વીકારે. જો તમને ફ્રીની સર્વિસની આદત હોય તો ઓનલાઇન ખરીદી કરો પરંતુ જરાં વિચારી ને. કેશઓન ડિલવરીનો ઓપ્શન અપનાવ્યાં બાદ સામાન પરત આપવાની આદત તમને ભારે પડી શકે છે.


Loading...
Advertisement