ઓસ્ટ્રેલિયાનો અજીબો ગરીબ કિસ્સો : બાળકને જન્મ આપ્યા ના ૧૦ મિનિટ પહેલા જ ખબર પડી કે તે પ્રેગનેન્ટ છે

16 November 2019 11:10 PM
Off-beat World
  • ઓસ્ટ્રેલિયાનો અજીબો ગરીબ કિસ્સો : બાળકને જન્મ આપ્યા ના ૧૦ મિનિટ પહેલા જ ખબર પડી કે તે પ્રેગનેન્ટ છે
  • ઓસ્ટ્રેલિયાનો અજીબો ગરીબ કિસ્સો : બાળકને જન્મ આપ્યા ના ૧૦ મિનિટ પહેલા જ ખબર પડી કે તે પ્રેગનેન્ટ છે

૯ મહિના દરમ્યાન આ મહિલાને બેબી બંપ અથવા કોઈ પણ પ્રેગ્નન્સી ના લક્ષણો ન આવ્યા : ડોકટરો ચોંકી ઉઠ્યા

ઓસ્ટ્રેલિયા : ઓસ્ટ્રેલિયામાં એક અજીબોગરીબ પ્રેગનન્સીનો બનાવ સામે આવ્યો છે. 23 વર્ષની મોડેલ એરિન લેગમેડે પ્રેગનન્સીના કોઈ જ દેખીતા લક્ષણો વગર બાળકને જન્મ આપ્યો હતો. તેને નવ મહિનામાં પીરિયડ બંધ થવા કે બેબી બમ્પ જેવા સામાન્ય લક્ષણો જોવા મળ્યા ન હતા. મેડિકલ જગત માટે ય આ બનાવ અભ્યાસનો વિષય બન્યો છે.મોડેલ એરિન લેગમેડ ઈન્સ્ટાગ્રામમાં નિયમિત વિવિધ અદામાં ફોટોગ્રાફ્સ શેર કરતી હોય છે. તેને એવો બિલકુલ અંદાજ ન હતો કે તે પ્રેગનન્ટ છે. એરિને છેક છેલ્લી ઘડીએ સહેજ દુખાવો અનુભવ્યો અને બાથરૂમમાં જ ફર્શ ઉપર બાળકને જન્મ આપ્યો! બાળકને જન્મ આપ્યો પછી તેને ખબર પડી કે તે પ્રેગનન્ટ હતી.નવ મહિના દરમિયાન પીરિયડ બંધ થવા કે શરીરના બંધારણમાં ફેરફાર થવો કે બેબી બમ્પ સુદ્ધા દેખાયા વગર જ આ 23 વર્ષની મોડેલે બાળકને જન્મ આપ્યો હતો.


એ ઘટનાથી મેડિકલ જગતમાં પણ આશ્વર્ય ફેલાયું હતું. ઓસ્ટ્રેલિયાના ડોક્ટરોએ આવા રેર કેસથી આશ્વર્ય અનુભવતા કહ્યું હતું કે મેડિકલ ભાષામાં આવી ડિલિવરીને સરપ્રાઈઝ બર્થ કે ડિનાઈડ પ્રેગનેન્સીઝ અથવા તો ક્રિપ્ટિક પ્રેગનન્સી કહેવામાં આવે છે. આવું ક્યા કારણોથી થાય છે તેનો જવાબ હજુ સુધી મેડિકલ સાયન્સને મળ્યો નથી.મોડેલે ઓસ્ટ્રેલિયન મીડિયા સમક્ષ ઈન્ટરવ્યૂ આપતા કહ્યું હતું કે છેલ્લાં મહિનાઓમાં તેણે એક વખત પણ એવું અનુભવ્યું ન હતું કે તેના શરીરમાં સહેજેય ફેરફાર થયો છે. તે એટલે સુધી કે તેના બધા જ કપડાં તેને એકદમ બરાબર થતાં હતા. એક પણ કપડું ફિટ થયું ન હતું. કોઈ નબળાઈ પણ અનુભવાઈ ન હતી. લાખો મહિનાઓમાંથી એકાદ વખત જ એવું બને છે કે લેબરપેઈન ન થાય ત્યાં સુધી મહિલાને પ્રેગનન્સીની જાણ થતી નથી. મોડેલે તેના પાર્ટનર અને પુત્રી સાથેની સેલ્ફી શેર કરીને ઈન્સ્ટાગ્રામ ઉપર લખ્યું હતું કે આ તેના જીવનનું સૌથી યાદગાર સપ્તાહ છે.


Loading...
Advertisement