"સિંગલ યુઝ પ્લાસ્ટિક” બંધ કરાવવાનું ફરી મનપાને યાદ આવ્યું: સામાકાંઠે 14000નો દંડ

16 November 2019 05:42 PM
Rajkot Saurashtra
  • "સિંગલ યુઝ પ્લાસ્ટિક” બંધ કરાવવાનું ફરી મનપાને યાદ આવ્યું: સામાકાંઠે 14000નો દંડ
  • "સિંગલ યુઝ પ્લાસ્ટિક” બંધ કરાવવાનું ફરી મનપાને યાદ આવ્યું: સામાકાંઠે 14000નો દંડ

કચેરી, કાર્યક્રમ, સંસ્થા, કેટરીંગના ઉપયોગમાં વપરાતા પ્લાસ્ટિકનું ચેકીંગ: 11 કિલો માલ જપ્ત

રાજકોટ તા.16
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશને થોડા મહિના પહેલા ડિસ્પોઝેબલ એટલે કે એક વખત ઉપયોગ કરીને ફેંકી દેવાતા પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકી ચેકીંગ ડ્રાઈવ શરૂ કરી હતી. પરંતુ હજુ આ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થયો ન હોય તેમ આજે પૂર્વ ઝોનમાં ફરી સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા ચેકીંગ કરવામાં આવતા 11 કિલો માલ પકડાયો હતો.


ડિસ્પોઝેબલ ડીસ, ચમચી, પ્લાસ્ટિક બોટલ સહિતની વસ્તુઓ પર થોડા મહિના પહેલા મહાપાલિકાએ જાહેરનામાથી પ્રતિબંધ મુકયો હતો. 40 માઈક્રોનથી નીચેના પ્લાસ્ટિક અને ઝબલા પર તો પહેલેથી પ્રતિબંધ છે. બાદમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ બાબતે કેન્દ્ર સરકારે કાયદામાં બ્રેક પણ લીધી હતી. પરંતુ જેનો નાશ ન થઈ શકે તે પ્લાસ્ટિક પર્યાવરણ માટે જોખમી જ હોય કોર્પો.એ કામગીરી આગળ વધારી છે.


આજે પૂર્વ ઝોનમાં જુદા જુદા માર્ગો કુવાડવા રોડ, આશ્રમ રોડ, પેડક રોડ, સંત કબીર રોડ સહિતના વિસ્તારોમાં દુકાનો પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. અલગ અલગ દુકાનોમાંથી 11 કિલો આવું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી વેપારીઓ પાસેથી રૂા.14100નો દંડ લેવામાં આવ્યો હતો. કમિશ્ર્નર દ્વારા તમામ સરકારી કચેરીઓ, કાર્યક્રમો, સહકારી તથા ખાનગી સંસ્થાઓ, કેટરીંગ સર્વિસ, કોમર્શીયલ એરીયા, જાહેર સ્થળો, સામાજીક પ્રવૃતિ વગેરેમાં આવું પ્લાસ્ટિક વાપરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આજની કામગીરી પૂર્વ ઝોનના ડે.કમિશ્ર્નર સી.બી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ ના.પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, ટીમના જીગ્નેશ વાઘેલા, ડી.એચ. ચાવડા, ડી.કે. સિંધવ, એન.એન. જાદવ, પ્રફુલ ત્રિવેદી વગેરે દ્વારા કરવામાં આવી હતી.


Loading...
Advertisement