એસ.ટી.ની 1885 પૈકી 200 જુની બસો વેંચાઈ

16 November 2019 05:33 PM
Rajkot Government Saurashtra
  • એસ.ટી.ની 1885 પૈકી 200 જુની બસો વેંચાઈ
  • એસ.ટી.ની 1885 પૈકી 200 જુની બસો વેંચાઈ
  • એસ.ટી.ની 1885 પૈકી 200 જુની બસો વેંચાઈ

રાજકોટ સહિત તમામ 16 ડીવીઝનોની સ્ક્રેપમાં મુકાયેલી બસોનું નરોડાથી ઈ-ઓકશન દ્વારા વેંચાણ શરૂ: રૂા.2 કરોડથી વધુ ઉપજયા: રાજકોટ વિભાગની 59 જુની બસો પણ વેંચાઈ: નરોડા વર્કશોપમાં હજુ પણ જુની બસોના થપ્પા

રાજકોટ તા.16
રાજકોટ સહીત રાજયનાં 16 એસ.ટી.ડીવીઝનોમાં સમયાંતરે નવી બસોની આવક સાથે જુની અને ખખડી ગયેલી તથા 8 લાખ કિ.મી.ઉપરની ઓવરએઈઝ બસોને ભંગાર (સ્ક્રેપ)માં મુકી તેનું ઈ-ઓકશનથી વેચાણ કરાઈ રહ્યુ છે. આ ઓવરએઈઝ બસો નરોડા-વર્કશોપ ખાતેથી હરરાજી દ્વારા વેચવામાં આવી રહી છે.આ જુનીબ સોના વેંચાણ થકી એસ.ટી. નિગમને કરોડો રૂપિયાની આવક પણ થઈ રહી છે. આ સાથે નિગમમાં જુની બસોની સંખ્યા ઘટવા સાથે નવી બસોની સંખ્યા વધવા પામી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાંક દિવસોથી નરોડા વર્કશોપ ખાતે રાજયભરનાં 16 ડીવીઝનોની સ્ક્રેપમાં મુકાયેલી બસોનું હરરાજી દ્વારા ઈલેકટ્રીક પ્લેટફોર્મ ઉપર વેચાણ કરવામાં આવી રહ્યું છે.

નરોડા વર્કશોપ ખાતે રાજકોટ, ભૂજ, જામનગર, જુનાગઢ, ભાવનગર, અમરેલી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા, નડીયાદ, અમદાવાદ,મહેસાણા, પાલનપુર અને હિંમતનગર વિભાગની કુલ 1885 સ્ક્રેપની બસોનું ઈ-ઓકશનથી વેચાણ શરૂ કરવામાં આવેલ છે અને ગઈકાલ સુધીમાં 1885 પૈકી સ્ક્રેપની 200 થી વધુ બસોનું વેચાણ થઈ ચુકયુ છે.

એસ.ટી.ના અધિકારીના સુત્રોના જણાવ્યા મુજબ આ 200 થી વધુ જુની બસોનાં વેચાણ થકી તંત્રને રૂા.2.01 કરોડથી વધુની આવક અત્યાર સુધીમાં થઈ ગઈ છે અને હજુ પણ આવી જુની બસોની વેચાણ પ્રક્રિયા ચાલુ રહેનાર છે. એવી વિગતો પણ સાંપડે છે કે આ જુની 200 બસો પૈકી રાજકોટ વિભાગની જ 59 જેટલી ઓવર એઈઝ, બસોનું વેંચાણ પણ થયુ છે.

દરમ્યાન એસ.ટી.નાં સુત્રો એવુ પણ જણાવે છે કે ઓવરએઈઝ બસોનું જેટલી ઝડપથી વેચાણ થવુ જોઈએ. તેટલી ઝડપથી થતુ નથી જેનાં કારણે નરોડા વર્કશોપમાં ઓવરએઈઝ બસોનાં થપ્પા લાગી ગયા છે.આથી તંત્ર આવી બસોનાં વેચાણમાં વધુ ઝડપ લાવે તે જરૂરી હોવાનું એસ.ટી.ના સુત્રો જણાવે છે.


Loading...
Advertisement