FRC દ્વારા ‘ફી’ નિર્ધારીત કરવાની દરખાસ્ત માટેની મુદ્દત લંબાવી 31 ડીસે.કરાઈ: હજૂ માંડ 50 શાળાઓ દ્વારા ફાઈલો સબમીટ

16 November 2019 05:32 PM
Rajkot Saurashtra
  • FRC દ્વારા ‘ફી’ નિર્ધારીત કરવાની દરખાસ્ત માટેની મુદ્દત લંબાવી 31 ડીસે.કરાઈ: હજૂ માંડ 50 શાળાઓ દ્વારા ફાઈલો સબમીટ
  • FRC દ્વારા ‘ફી’ નિર્ધારીત કરવાની દરખાસ્ત માટેની મુદ્દત લંબાવી 31 ડીસે.કરાઈ: હજૂ માંડ 50 શાળાઓ દ્વારા ફાઈલો સબમીટ

મુદ્દત વધારાના પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ઝોનના શાળા સંચાલકોને રાહત

રાજકોટ તા.16
સ્વનિર્ભર શાળાઓની આગામી ત્રણ વર્ષની ફી નિર્ધારીત કરવા માટેની દરખાસ્ત ફી નિર્ધારણ કમીટી સમક્ષ રજૂ કરવાની મુદત લંબાવી આગામી તા.31 ડિસેમ્બર સુધીની કરવામાં આવી છે. આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા એફઆરસી તેમજ રાજયના શિક્ષણ વિભાગને રજૂઆતો કરવામાં આવી હતી. જેને સફળતા મળી છે.
અગાઉ આગામી ત્રણ માસની ફી નિયત કરવા માટે તા.15 નવેમ્બર સુધી 10 દરખાસ્ત કરવાનો સમય શાળા સંચાલકોને આપવામાં આવ્યો હતો પરંતુ આ મુદત પૂરી થવા છતા માત્ર જુજ દરખાસ્તો જ આવતા અંતે રાજય સરકાર દ્વારા આ મુદત લંબાવી હવે આગામી તા.31 ડિસે. સુધીની કરી નાખવામાં આવી છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે દિપાવલી વેકેશનના કારણે શાળાઓ નિયત સમય મર્યાદામાં ફી નિર્ધારણ માટેની દરખાસ્તો એફઆરસીમાં રજૂ કરી શકેલ ન હતી. જેથી સરકારને અંતે આ મુદત વધારવાની ફરજ પડી છે.
જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ઝોનમાં 6 હજાર જેટલી શાળાઓ આવેલી છે. જેમાંથી ફી વધારા માટે 500 જેટલી શાળાઓ દ્વારા ફી નિર્ધારણ કમીટી સમક્ષ દરખાસ્ત મુકવામાં આવનાર છે. પરંતુ દિપાવલી વેકેશનના કારણે આ શાળાઓ પૈકીની માંડ 50 શાળાઓ જ ફી નિર્ધારીત કરવા માટેની દરખાસ્ત એફઆરસી સમક્ષ માંડ કરી શકી હોવાનું જાણવા મળ્યું છે.
જયારે 450 જેટલી શાળાઓ આગામી ત્રણ વર્ષની ફી નિર્ધારણ માટેની દરખાસ્ત ફી નિર્ધારણ કમીટી સમક્ષ કરી શકી ન હોય હવે રાજય સરકાર દ્વારા આ દરખાસ્ત રજૂ કરવા માટેની મદદમાં વધારો કરાતા સ્વનિર્ભણ શાળા સંચાલકોમાં રાહત થયેલ છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ કમીટી દ્વારા ગત વર્ષે શાળાઓનું ફી નિર્ધારણનું માળખુ મોડે મોડે જાહેર કરવામાં આવેલ હતું. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે પરેશાનીમાં મુકાઈ ગયા હતા ત્યારે ત્યારે આગામી ત્રણ વર્ષની ફી નિર્ધારીત કરવા માટેની કામગીરી એફઆરસી દ્વારા ઝડપભેર હાથ ધરાય તે અતિ આવશ્યક છે.


Loading...
Advertisement