લાલપર,ખાખરાળા અને વિસીપરામાં ડેન્ગ્યુની જાણકારી માટે રાત્રીસભાઓ યોજાઇ

16 November 2019 03:04 PM
Porbandar
  • લાલપર,ખાખરાળા અને વિસીપરામાં ડેન્ગ્યુની જાણકારી માટે રાત્રીસભાઓ યોજાઇ
  • લાલપર,ખાખરાળા અને વિસીપરામાં ડેન્ગ્યુની જાણકારી માટે રાત્રીસભાઓ યોજાઇ

મોરબી જિલ્લામાં હાલ ડેન્ગ્યુના તાવનો ઉપદ્રવ ખુબજ વધી ગયેલ છે તે ધ્યાને લેતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી ગામ લાલપર મુકામે ડેન્ગ્યુ તાવ વિશે લોકોમાં જાગૃતતા આવે તે અંગે ખાસ રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રાત્રી સભામાં પ્રોજેક્ટર દ્વારા ડેન્ગ્યુના મચ્છરોનું જીવન ચક્ર બતાવવામાં આવ્યુ હતુ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.હિરેન વાંસદડીયા, એમપીએસ જગદીશભાઈ કૈલા, દિલીપભાઈ દલસાણીયા, પ્રકાશભાઈ મકવાણા, હાર્દિકભાઈ સોરીયા દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડી વધુમાં વધુ લોકો ડેન્ગ્યુ અંગે જાગૃત થાય તેવી અપીલ કરવા માં આવી હતી. ખાખરાળા ગામએ પણ રાત્રી સભા યોજીને ડેન્ગ્યુ વિશે ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી અને શા કારણોસર ડેન્ગ્યુ થાય છે..? અને તેને અટકાવવા માટે શું શું કરી શકાય તે વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા એ રીતે જ મોરબીના વીસીપરા જેવા છેવાડાના વિસ્તારોમાં પણ સભા યોજીને લોકોને ડેન્ગ્યુ વિશે સભાન કરાયા હતા. લોકોને ડેન્ગ્યુથી બચાવવા હવે તંત્ર દ્રારા જાગૃતી લાવવા રાત્રીસભાઓ યોજવાનું શરૂ કરાયેલ છે. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement