મોરબીનાં પીપળીયા ગામે કાંતિભાઇ મુછડીયા જીવતા સમાધી લેશે

16 November 2019 02:27 PM
Porbandar
  • મોરબીનાં પીપળીયા ગામે કાંતિભાઇ મુછડીયા જીવતા સમાધી લેશે
  • મોરબીનાં પીપળીયા ગામે કાંતિભાઇ મુછડીયા જીવતા સમાધી લેશે

નવઘણદાદાએ સપનામાં આવી કીધુ ‘તારો સમય હવે પૂરો થયો છે’ : તા.28મીએ કાંતિભાઇ તળાવ કાંઠે જીવતા સમાધી લેવાની પુત્રની જાહેરાત : ગ્રામજનોની સમજાવટ છતાં કાંતિભાઇ જીવતા સમાધી લેવા અડગ : પોતે સમાધી નહી લે તો અકસ્માત કે સાપ કરડતા મૃત્યુ થવાનું કથન

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.16
એકવીસમી સદીમાં રાત્રિના સમયે સપનું આવ્યું અને સમાધિ લેવાનો નિર્ણય લેવાય આ વાત સાંભળીને જરા અજુગતું લાગે તે સ્વાભાવિક છે પરંતુ મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા કાંતિભાઈ ને તેમના નવઘણ દાદા સપનામાં આવ્યા અને તેઓએ કહ્યું કે હવે તારો સમય પૂરો થઈ ગયો છે અને તારે સમાધિ લેવાની છે માટે આગામી 28 તારીખે કાંતિભાઈ તેઓ પોતાના ગામની બાજુમાં તળાવના કાંઠે સમાધી લેવાના છેે.
મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા કાંતિભાઈ મુછડીયા આગામી તારીખ 28ના રોજ સવારે સાડા નવ વાગ્યાથી પોણા દસ વાગ્યાના સમયગાળામાં પોતાના પીપળીયા ગામ પાસે તળાવના કાંઠે અગાઉ જ્યા એક મહાનુભાવે સમાધિ લીધેલ છે ત્યાં તેની બાજુમાં જ કાંતિભાઈ પણ જીવતા સમાધી લેવાની છે તેવી આગાહી તેમણે કરેલ છે અને હાલમાં તેઓના પરિવારજનો, ગ્રામજનો અને વહીવટી તંત્ર દ્વારા તેમને સમાધી ન લેવા માટે ખૂબ જ સમજાવી રહ્યા છે પરંતુ તેઓનું કહેવું છે કે વર્ષો પહેલા જ્યારે તેમને હડકાયું કૂતરું કરડ્યું હતું ત્યારે દવા કે દુઆ કશું જ કામ કરતા ન હતા ત્યારે તે જોડિયા તાલુકામાં આવતા જામ દુધાઈ ગામે આવેલ નવઘણ દાદાની સમાધિએ ગયા હતા અને તેમના આશીર્વાદથી તેમને હડકવાના રોગમાંથી મુક્તિ મળી હતી અને તેઓ મૃત્યુના મુખમાંથી બચી ગયા હતા અને તે સમયે નવઘણ દાદાએ તેઓનો જીવ બચાવ્યો હતો.જો કે હવે નવઘણ દાદાએ તેઓના સપનામાં આવીને તેમનો હવે સમય પૂરો થયો છે તેવું કહ્યું છે જેથી તે જીવતા સમાધિ લેવાના છે. જોકે હાલમાં તેને તેઓના પરિવારજનો અને વહીવટી તંત્ર દ્વારા સમાધિ ન લેવા માટે સમજાવવામાં આવી રહ્યા છે પરંતુ કાંતિભાઇ સમાધી લેવા માટે મક્કમ છે અને જો તે સમાધી નહી લે તો તેમનો અક્સમાત થશે અથવા તો સાપ કરડી જશે તેવુ કાંતિભાઈ મુછડિયા કહે છે. વધુમાં મળી રહેલી માહિતી મુજબ પીપળીયા ગામે રહેતા અને વર્ષો પહેલા હીરા ઘસવાનું કામ કરી પોતાની કારકિર્દી શરૂ કરનારા કાંતિભાઈ મુછડિયાના પરિવારમાં બે દીકારનો સમાવેશ થાય છે અને તેમના પત્ની વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા જેથી કરીને તેમની માતા અને પિતા તેમજ ભાઈઓની સાથે તેઓ રહે છે.
પીપળીયા લોકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે કાંતિભાઈ મુછડિયાએ 28 વર્ષ જેટલા સમય સુધી હીરા ઘસીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવ્યું છે જો કે તેનો જીવ ભક્તિમાં હોવાથી તે હવે ભક્તિમાં લીન થવા જઈ રહ્યા છે અને તેઓની પત્નીને વર્ષી પહેલા અસાધ્ય બીમારી થઇ હતી જેથી કરીને તેના બે દીકરા નાના હતા ત્યારે તેનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ કાંતિભાઈ મુછડિયાની માતા અને ભાઈઓને પરિવારે તેના સંતાનોને ઉછેરીને મોટા કર્યા છે અને હાલમાં તેઓના મોટા દીકરાના આજથી પાંચ મહિના પહેલાં જ લગ્ન કરાવવામાં આવ્યા છે જોકે નાના દિકરાના લગ્ન હજુ બાકી છે અને વૃદ્ધ માતા હયાત છે ત્યારે તેના દીકરાએ જીવતા સમાધિ લેવાની જાહેરાત કરી છે માટે વૃદ્ધ માતા પણ તેના આંસુ અને વેદના રોકી શક્ય ન હતા.
પીપળીયા ગામના લોકો અને માજી સરપંચ મોહનભાઈ જાદવ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે છેલ્લાં પાંચ વરસથી કાંતિભાઈ મુછડીયા સત્સંગી જીવન જીવી રહ્યા છે અને લોકસાહિત્ય નાના-મોટા કાર્યક્રમમાં પણ જતા હોય છે જેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ તેઓ દ્વારા લેવામાં આવતો નથી અને તેઓ ભક્તિમય જીવન વર્ષોથી જીવી રહ્યા છે. હાલ તેઓએ જીવતા સમાધિ લેવાની ઈચ્છા વ્યક્ત કેરલી છે અને તે પોતાના આ નિર્ણય ઉપર અડગ જ છે જો કે તેમને સમાધિ લેવાના બદલે સમાજમાં રહીને સેવાકીય કામ કરવા માટે પણ ગામના લોકો અને સમાજના આગેવાનો સમજાવી રહ્યા છે પરંતુ નવઘણ દાદા સપનામાં આવ્યા હતા અને તેમને જ સમાધિ લેવા માટે કહ્યું છે માટે તે સમાધિ લેવાના છે.
હાલમાં કાંતિભાઈ મુછડીયા આગામી માગસર મહિનાની બીજના દિવસે સમાધિ લેવાનું કહી રહ્યા છે કેમ કે, આ તિથીએ જ નવઘણ દાદાએ પોઅન આજથી 450 વર્ષ પહેલા સમાધિ લીધી હતી જો કે,એકવીસમી સદીમાં સપનામાં આવીને નવઘણ દાદાએ સમાધિ લેવાનું કહ્યું છે તે વાત અંધશ્રધ્ધાના વિષય સમાન દેખાઈ છે પરંતુ આગામી 28 મી તારીખે કાંતિભાઈ મુછડીયા દ્વારા સમાધિ લેવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.


Loading...
Advertisement