મુસ્લિમ એકતા મંચના પ્રમુખને મળતી ધમકીના વિરોધમાં બિરાદરોની ઉગ્ર રજુઆત

16 November 2019 12:31 PM
Jasdan
  • મુસ્લિમ એકતા મંચના પ્રમુખને મળતી ધમકીના વિરોધમાં બિરાદરોની ઉગ્ર રજુઆત

જસદણ મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

(ધર્મેશ કલ્યાણી) જસદણ, તા. 16
મુસ્લિમ એકતા મંચ ગુજરાતના પ્રમુખ અને સૌરાષ્ટ્રના સામાજીક આગેવાન,અગ્રણી મુસ્લિમ લીડર ઇમ્તિયાઝ પઠાણને વાંરવાર ફોન ઉપર જાનથી મારી નાખવાની મળી રહેલી ધમકીઓના બનાવમાં આજે જસદણ મુસ્લિમ એકતા મંચ દ્વારા જસદણ મામલતદાર થ્રુ ગૃહ રાજ્યમંત્રીને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
આ અંગેની વિગત મુજબ થોડા સમય પહેલા જામનગર તાલુકાનીની મુસ્લિમ યુવતીનું અપહરણ થયું હતું,જેમાં યેનકેન પ્રકારે તંત્ર દ્વારા ઢીલી નીતિ ના આક્ષેપો સાથેની રજુઆત મુસ્લિમ સમાજ માટે કાયદાકિય લડત લડતા ઇમ્તિયાઝ પઠાણને મળતાં આ મામલે ઇમ્તિયાઝ પઠાણે જામનગર એસ.પી.ને આરોપીઓ અને તેમને મદદ કરનારાઓના નામ જોગ લેખીત ફરીયાદ કરતા જેમાં તપાસનો ધમધમાટ શરૂ થતાં શરૂઆતમાં અસામાજીક તત્વો દ્વારા ઇમ્તિયાઝ પઠાણને ફરીયાદ પાછી ખેંચવા ફોન શરૂ કરાયા બાદ જાનથી મારી નાંખવાની ધમકીના ફોન આવતા આ અંગે ઇમ્તિયાઝ પઠાણે જૂનાગઢ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરી આ બનાવ અંગે જૂનાગઢ એસ.પી. ને પણ રજુઆત કરી હતી.
આ અંગે આજે જસદણ મુસ્લિમ એકતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવી ઇમ્તિયાઝ પઠાણને અવારનવાર ફોન ઉપર મળી રહેલી જાનથી મારી નાખવાની ધમકીઓની ગંભીરતા સમજી તેમને સરકારી ખર્ચે કાયમી પોલીસ રક્ષણ આપવા અને આરોપીઓ સામે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર માં માંગણી કરી હતી.આ આવેદન પત્ર આપવામા રસીદ લોહીયા, અલાઉદીનભાઈ ફોગ, મહેબૂબભાઈ,મોહસીન મુલતાની, બસીરભાઈ ડીસ,સલીમભાઈ શેખ,ઇલયાસભાઈ થાનાની,સહીત ના ઉપસ્થીત હતા.


Loading...
Advertisement