અમેરિકા થી ભારત ફરતા સાથે જ મહિલા ગાયિકા નું રોડ અકસ્માતમાં થયું મોત

15 November 2019 09:07 PM
Entertainment India
  • અમેરિકા થી ભારત ફરતા સાથે જ મહિલા ગાયિકા નું રોડ અકસ્માતમાં થયું મોત

ફેમસ મરાઠી સિંગર ગીતા માલીનું મુંબઈ થાણે - હાઈવે પર અકસ્માતમાં મોત

થાણે: મહારાષ્ટ્રના થાણેમાં એક રોડ અકસ્માતમાં મરાઠી પાશ્વ સિંગરનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે સિંગર ગીતા મુંબઈ એરપોર્ટથી પોતાના ઘરે નાસિક જઈ રહી હતી. ગુરૂવારે આ અકસ્માતની મહારાષ્ટ્ર પોલીસે માહિતી આપી હતી.સુત્રો પ્રમાણે, ગીતા માલી નામની સિંગરનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. ગીતા માલીએ મરાઠી ફિલ્મોમાં ગીતો ગાયા છે. મુંબઈ-આગ્રા હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.અમેરિકાથી ભારત આવ્યા બાદ સિંગર ગીતા કાર લઈને પોતાના પતિ સાથે તેમના વતન નાસિક જઈ રહી હતી ત્યારે તેમની કાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં જ કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. સુત્રો પ્રમાણે, ગીતા જે કારમાં સવાર હતી તે કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલા કન્ટેનરમાં ઘૂસી ગઈ હતી. તે દરમિયાન સિંગર ગીતાનું મોત નિપજ્યું હતું જ્યારે પતિને ગંભીર રીતે ઈજા પહોંચી હતી જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.


Loading...
Advertisement