700 કરોડના રાહત પેકેજ સામે વિરોધ વંટોળ બાદ સરકાર ચોંકી : રૂપાણીએ તાકીદની બેઠક બોલાવી

15 November 2019 06:37 PM
Ahmedabad Gujarat
  • 700 કરોડના રાહત પેકેજ સામે વિરોધ વંટોળ બાદ સરકાર ચોંકી : રૂપાણીએ તાકીદની બેઠક બોલાવી

કેબીનેટ મંત્રી-ખેતીવાડી ખાતાના અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની બેઠક : વિરોધ ઠારવા કવાયત

ગાંધીનગર તા.15
રાજ્યમાં ખેડૂતોના નુકસાનીના પાક વીમા તેમજ તાજેતરમાં જાહેર કરેલા 700 કરોડના પેકેજ આ મામલે મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે સાંજે 4:00 મહત્વની બેઠક મળશે.
મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાશે જેમાં પાક વીમા-નુકસાનનાં સરવેની સમીક્ષા ઉપરાંત અગાઉ જાહેર કરેલા 700 કરોડ રૃપિયાના પેકેજ મામલે ખાસ સમીક્ષા કરવામાં આવશે.
તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના પગલે મગફળી અને કપાસ માં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તારફ પાક વીમા કંપનીઓ પણ સરકારની સૂચનાનું પાલન નહીં કરતા અને સર્વેની કામગીરી ઢીલી તેમજ વિસંગતા વળી કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉભી થઇ છે . જેના નિરાકરણ માટે આ બેઠક મળતી હોવાનો અહેવાલ છે
બીજી તરફ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પેકેજના નિર્ણય બાદ વિરોધનો વંટોળ ઉભો થયો છે જેમાં ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘ રાજ્યના ખેડૂતો અને કોંગ્રેસ તેમજ પાસ ના નેતા હાર્દિક પટેલે સરકારે જાહેર કરેલા પેકેજ સામે આંદોલન માં ઝુકાવ્યું છે. એટલું જ નહીં આગામી દિવસોમાં ગ્રામ પંચાયત તેમજ તાલુકા / જિલ્લા પંચાયતોની ચૂંટણી પણ આવી રહી છે .સાથે સાથે પાક વીમા મુદ્દે અને સરકારે જાહેર કરેલા 700 કરોડના સહાય પેકેજ મામલે ખેડૂતોનો આક્રોશ પણ વધી રહ્યો છે .ત્યારે સરકાર આ મામલે ક્યાય કાચું કપાયું નહીં તે માટે સફાળી જાગી ઊઠી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે મળનાર બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરેલા 700 કરોડના પેકેજમાં ધરખમ ફેરફારો લાવી અને ખેડૂતોને વધુ રાહતો આપે તેવા સંકેત મળી રહ્યા છે મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે યોજાનારી બેઠકમાં વિજયભાઈ રૂપાણી ઉપરાંત કૃષિમંત્રી આર.સી.ફળદુ તેમજ સંલગ્ન વિભાગના ઉચ્ચ અધિકારીઓની મહત્વની બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને મળશે બપોરે ચાર કલાકે મળશે. ઉપરાંત આ મહત્ત્વની બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિમંત્રી આર.સી.ફળદુ પાસે પાક વીમા સરવેનો રિપોર્ટ પણ માંગ્યો છે.જેની સમિક્ષા કરવામાં આવશે.


Loading...
Advertisement