હેલ્મેટ સહિતના વધુ 5235 કેસ : રૂા.39.35 લાખની આવક

15 November 2019 04:55 PM
Rajkot Saurashtra
  • હેલ્મેટ સહિતના વધુ 5235 કેસ : રૂા.39.35 લાખની આવક

મુખ્યમંત્રીની ઉપસ્થિતિ સમયે પણ : એક જ દિવસમાં રૂા.38.27 લાખના 4917 વાહન ચાલકોને ઇ-મેમો ફટકારાયા :શહેરમાં ચોકે-ચોકે ચેકીંગ કરી રહેલી પોલીસે 318 વાહન ચાલકો પાસેથી 1.07 લાખનો દંડ વસૂલ્યો

રાજકોટ તા.1પ
શહેરમાં હેલમેટ સહિતના ટ્રાફીક નિયમોની ચુસ્ત અમલવારી કરાવવા મેદાને ઉતરેલી પોલીસે ગઇકાલે શહેરમાં મુખ્યમંત્રીના બંદોબસ્તમાંથી પણ સમય કાઢી લઇ વાહન ચાલકોને દંડ કરવાની પોતાની અગ્રીમ ફરજ નિભાવવામાં લેશમાત્ર પણ ચુક કરી નથી.
ગઇકાલે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી 4917 વાહન ચાલકોને રૂા.38.27 લાખના ઇ-ચલણ ઇશ્યુ કરવામાં આવ્યા હતાં. તો શહેરના અલગ-અલગ પોઇન્ટ પર ચેકીંગ કરી રહેલા જે તે પોલીસ મથકના સ્ટાફ તથા ટ્રાફીક શાખાએ મળી 318 વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો. ગઇકાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિ સમયે જ શહેર પોલીસે વાહન ચાલકો સામે કેસ કરી સરકારની તિજોરીમાં રૂા.39.35 લાખની આવક કરાવી દીધી હતી.
તા.1 નવેમ્બરથી ટ્રાફીકના નવા નિયમોની ચુસ્તપણે (ધરાર) અમલવારી કરાવવા માટેનું પોલીસે થાની લીધુ હોય તેમ વાહન ચાલકોને નોંધપાત્ર દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પખવાડીયાથી ચાલી રહેલી
આ ઝૂંબેશ દિનપ્રતિદિન વધુ આક્રમક બની રહી છે. ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં એક કોમર્શીયલ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા
હતાં.
મુખ્યમંત્રીની ઉપસ્થિતિ દરમિયાન પણ વાહન ચાલકોને દંડના ડંડામાંથી કોઇ રાહત મળી ન હતી. ગઇકાલે ટ્રાફીક કેસના આંકડા જોઇએ તો શહેરમાં ગઇકાલે અલગ-અલગ સ્થળોએ લગાવેલા કેમેરા મારફત ટ્રાફીક નિયમના ભંગ બદલ ફોટો ખેંચી લીધા બાદ ઇ-મેમો ઘરે મોકલવામાં આવે છે. ત્યારે ગઇકાલ આ પ્રકારે રૂા.38,27,600ના 4917 ઇ-ચલણ ઇશ્યુ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત શહેરના અલગ-અલગ પોઇન્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકીંગ કરી 318 વાહન ચાલકોને દંડવામાં આવ્યા હતા. પોલીસે ગઇકાલે અલગ-અલગ પ્રકારે કુલ પ235 વાહન ચાલકોને હેલમેટ સહિતના ટ્રાફીકના નિયમો તોડવા બદલ દંડ ફટકારવામાં આવ્યા છે. જેમાં ઇ-ચલણ મારફત રૂા.38.17 લાખ તેમજ અલગ-અલગ પોઇન્ટ પર પોલીસે સ્થળ પર જ વાહન ચાલકોને દંડ કરી રૂા.1,07,500નો દંડ ઉઘરાવી સરકારની તિજોરીમાં કુલ રૂા.39,75,100ની આવક કરાવી દીધી હતી.


Loading...
Advertisement