રાજકોટ સહીત રાજયની 5350 શાળાઓને લાગશે તાળા

15 November 2019 04:44 PM
Rajkot Education Gujarat Saurashtra
  • રાજકોટ સહીત રાજયની 5350 શાળાઓને લાગશે તાળા

4500 થી વધુ શાળાઓમાં 30 થી ઓછા વિદ્યાર્થીઓ: જિલ્લામાં 75 સરકારી શૈક્ષણીક સંસ્થા મર્જ થતાં ફાજલ થનારા શિક્ષકોને અન્ય જગ્યાએ સમાવાશે

રાજકોટ તા.15
રાજકોટ જિલ્લા સહીત રાજયની 5350 જેટલી સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા આ સરકારી પ્રાથમીક શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવેલ જેમાં 850 શાળાઓ એવી છે કે ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા 10 કે તેથી ઓછી છે જયારે 4500 જેટલી પ્રાથમીક શાળાઓમાં 30-30 કરતાં પણ ઓછી છે.
વિદ્યાર્થીઓનાં અભાવે આ સરકારી શાળાઓને બંધ કરી તાળા મારવાનો નિર્ણય રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલ છે. આ શાળાઓ બંધ થતાં ફાજલ થનારા શિક્ષકોનો અન્ય શાળાઓમાં સમાવેશ કરવામાં આવશે.
જેમાં રાજકોટ જીલ્લાની 75 શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા તૂટતા તેને પણ મર્જ કરવામાં આવનાર છે આ અંગે જીલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી વ્યાસનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે જીલ્લાની 75 શાળાઓ મર્જ થતાં 120 જેટલા શિક્ષકો ફાજલ થનાર છે તેઓને અન્ય શાળાઓમાં સમાવેશ કરવામાં આવશે.
આ પ્રાથમીક શિક્ષકોની સાથે ગઈકાલે બીજા શૈક્ષણીક સત્રના પ્રારંભે જ બેઠક યોજવામાં આવી હતી.
આ શિક્ષકોના કેમ્પ યોજી અન્ય શાળાઓમાં ફાળવણી કરાશે. આ અંગેનો તખ્તો તૈયાર કરી નાખવામાં આવેલ છે.


Loading...
Advertisement