માછીમારોને પરેશાન કરતા પ્રશ્નો ને લઇ ગાંધીનગરમાં હાઇલેવલ બેઠક મળી

15 November 2019 12:48 PM
Veraval Gujarat
  • માછીમારોને પરેશાન કરતા પ્રશ્નો ને લઇ ગાંધીનગરમાં હાઇલેવલ બેઠક મળી

સંસદ સભ્યો-ધારાસભ્યો-કેબીનેટ મંત્રી-તમામ સંલગ્ન ખાતાના અધિકારીઓ વચ્ચેની બેઠકમાં તમામ પ્રશ્ર્નોની ચર્ચા

વેરાવળ તા.1પ
ગુજરાતના 1600 કીલો મીટરના દરીયાઇ માચ્છીમારોના પડતર પ્રશ્નોના નિરાકરણ અંગે જુનાગઢ જીલ્લા તથા ગીર સોમનાથ જીલ્લાના માચ્છીમારોનું એક ડેલીગેશન ગાંધીનગર ખાતે ગયેલ જયાં સાંસદ, મત્સ્યોધોગ વિભાગના કેબીનેટ મંત્રી, બીજ નીગમના ચેરમેન, ગુજકોમાસોલના ચેરમેન, પુર્વ ધારાસભ્યો, પુર્વ સંસદીય સચીવ, કમીશ્નર, સચીવ તેમજ જી.એફ.સી.સી.એ.ના ચેરમેન અને ડાયરેકટરો સહીતની ઉપસ્થિતીમાં બેઠક મળેલ હતી. આ બેઠકમાં વ્હેલામાં વ્હેલી તકે પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાત્રી સાથે અધિકારીઓને અમલવારી માટેની કડક સુચના મંત્રી દ્વારા આપવામાં આવતા માછીમારોમાં હર્ષ પ્રસરેલ છે.આ અગે વેરાવળ ખારવા સયુંક્ત માચ્છીમાર બોટ એસો. સાગરપુત્ર ફાઉન્ડેશનના પ્રમુખ તુલસીભાઇ ગોહેલ તેમજ પ્રવક્તા રાજેશભાઇ દરીની સંયુકત યાદીમાં જણાવેલ કે, ગુજરાતના 1600 કીલોમીટરના દરીયાઇ કાઠાના માચ્છીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા જુનાગઢ તથા ગીર સોમનાથ જીલ્લાના માચ્છીમારોના પડતર પ્રશ્નો અંગે માંગરોળ થી જાફરાબાદ સુધીના માચ્છીમારોનું ડેલીગેશન ગાંધીનગર મુકામે જુનાગઢ જીલ્લાના સાંસદ સભ્ય રાજેશભાઇ ચુડાસમાની આગેવાની હેઠળ ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા સહીતનાની ઉપસ્થિતીમાં અગાઉ મળેલી બેઠકમાં રજુઆત કરેલ જેમાં દરેક બંદરોના સામુહીક પ્રશ્નો અને ગુજરાતભરના માચ્છીમારોના પડતર પ્રશ્નોમાં હીરાકોટ બંદરમાં ર00 મીટર રોડ, જેટી બનાવવા, માઢવાડ બંદરમાં જેટી તથા પ્રોટેકશન દિવાલ, કોટડા-માઢવાડ-વેલણ અલગ પંચાયત, સુત્રાપાડા બંદરમાં મંજૂર થયેલ કામગીરી ચાલુ કરવી, નવાબંદર બંદરમાં પ00 જેટલી ફીશીંગ બોટો છે તે માટે જેટી તૈયાર કરવી, રાજપરા બંદરમાં પ્રોટેકશન દિવાલ, કોટડા બંદરમાં જેટી બનાવવી, ચોરવાડ બંદરમાં જેટી તથા એકસ્પ્શન બનાવવા, માંગરોળ બંદરમાં પ્લેટ ફોર્મ,ફેસ-1 તથા ર ના રીપેરીંગ તથા નવા હાઇમાસ્ટ ટાવરો ઉભા કરવા તેમજ વેરાવળ બંદરમાં પણ ફેસ-ર અને ડ્રેજીંગની કામગીરી, સમારકામ, સ્વેટલીંગ અને ભીડીયા બંદરમાં ફીશ માર્કેટ માટે રૂા.ચાર કરોડ જેવી રકમની ફાળવણી થયેલ હોય તે તમામ પ્રશ્નોની જીણવટભરી ચર્ચા કરવામાં આવેલ હતી. ઉપરોકત બેઠકમાં રજૂ થયેલા અને પડતર પ્રશ્નો પૈકી મોટાભાગના પ્રશ્નો હાથ ઉપર લીધેલ અને વ્હેલામાં વહેલી તકે આ પ્રશ્નો પુર્ણ કરવા માટે મંત્રી જવાહરભાઇ ચાવડાએ ખાત્રી આપી સચીવ તથા કમીશ્નરને આદેશ કરી જરૂરી કાર્યવાહી ચાલુ જણાવેલ તેમજ અગાઉની બેઠકમાં વર્ણાવાયેલા દરેક પ્રશ્નો નો મંત્રી ચાવડા એ અધીકારીઓને અમલવારી કરવા માટે કડક સુચના આપતા હાજર રહેલા સમગ્ર માચ્છીમાર આગેવાનોમાં હર્ષની લાગણી પ્રસરેલ અને આ બેઠકથી સમગ્ર માચ્છીમારોને પોતાના વર્ષો જુના પ્રશ્નો ઉકેલ આવતા સંતોષ વ્યાપેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.


Loading...
Advertisement