શું તમને પણ કસરત કરવાની આદત નથી? તો ડાયાબિટીસથી થતા મોતના આંકડા તમને ચોંકાવી દેશે

15 November 2019 12:14 PM
Health
  • શું તમને પણ કસરત કરવાની આદત નથી? તો ડાયાબિટીસથી થતા મોતના આંકડા તમને ચોંકાવી દેશે

અમદાવાદ : ભારત દેશ એક એવી બીમારીની ઝપેટમાં છે, જે આપણે જાતે જ ક્રિએટ કરેલી છે. પ્રદૂષણની જેમ ડાયાબિટીસ (Diabetes) પણ મેનમેડ ડિઝાસ્ટર છે. ભારતમાં નોંધાયેલ મોતના કારણોમાં 1990 સુધી ક્યાંય ડાયાબિટીસ સામેલ ન હતું. જોકે, ડાયાબિટીસના દર્દીઓ તો ત્યારે પણ ભારતમાં હતા, પરંતુ 2019 સુધી પહોંચતા 29 વર્ષોમાં ડાયાબિટીસ ભારતમાં 7માં નંબરનું મોતનું કારણ બની ગયું છે. ભારતમાં દર વર્ષએ 10 લાખથી વધુ લોકો ડાયાબિટીસના શિકારને કારણે મોત મેળવે છે. ભારતીયોની કસરત ન કરવાની આદત તેઓને ડાયાબિટીસના દર્દી બનાવી રહ્યું છે.
તાજેતરમાં જ આવેલા એક સર્વેના પરિણામ બતાવે છે કે, ભારતમાં દર વર્ષે 12માંથી એક વ્યક્તિ ડાયાબિટીસનો દર્દી છે. ડાયાબિટીસ હાર્ટ એટેક, ડિકની ફેલ્યોર અને આંખની રોશની જવાનું કારણ બની શકે છે. જોકે, આ એક એવી બીમારી છે, જેના પર દવાથી વધુ લાઈફસ્ટાઈલ અને ડાયટમાં બદલાવની અસર થાય છે.
12માંથી એક ભારતીય ડાયાબિટીસનો દર્દી છે. ભારતમાં અંદાજે 8 કરોડ લોકો ડાયાબિટીસના શિકારમાં છે, જેમાંથી 20 ટકાથી ઓછા લોકોનું ડાયાબિટીસ ક્ધટ્રોલમાં રહે છે. ભારતનુ લગભગ દરેક શહેર ડાયાબિટીસની ઝપેટમાં છે. લગભગ દરેક શહેરમાં ડાયાબિટીસ કાબૂની બહાર છે. 2040 સુધી 13 કરોડ લોકો તેના ઝપેટમાં છે.
જો પરિસ્થિતિ આવી જ રહેશેતો ભારત જલ્દી જ એક ગ્લોબલ રાજધાની બનવાનું છે. ડાયાબિટીસના મામલે ચીન બાદ ભારત બીજા નંબર છે. ભારતમાં અડધા લોકોને તો એ પણ નથી ખબ કે તેઓ ડાયાબિટીસના શિકાર છે. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના 2017ના આંકડા મુજબ, દુનિયાભરમાં ડાયાબિટીસના 7 કરોડથી પણ વધુ દર્દી છે, 2034 સુધી દુનિયામાં 13 કરોડથી વધુ દર્દી ડાયાબિટીસના જ હશે.


Loading...
Advertisement