આઈન્સ્ટાઈનના સિદ્ધાંતને પડકારનાર ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણસિંહનું નિધન

14 November 2019 07:34 PM
India
  • આઈન્સ્ટાઈનના સિદ્ધાંતને પડકારનાર ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણસિંહનું નિધન

કલાકો સુધી ગણિતજ્ઞનો પાર્થિવ દેહ એમ્બ્યુલન્સના અભાવે રઝળી પડયો : મુખ્યમંત્રી નીતિશકુમારે વશિષ્ઠ નારાયણના નિધનથી શોક વ્યકત કર્યો : બિહારના પ્રસિદ્ધ ગણિતજ્ઞ પર બાયોપિક બનાવવાની પ્રકાશ ઝાએ જાહેરાત કરેલી

પટણા તા.14
વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનને પડકાવનાર બિહારના પ્રસિદ્ધ ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણસિંહનું આજે નિધન થયું છે.
વશિષ્ઠ નારાયણસિંહે પોતાના પરિવાર સાથે પટણામાં કુલ્હરિયા કોમ્પ્લેકસમાં રહેતા હતા. જાણકારી મુજબ આજે તેમની તબીયત ખરાબ થયા બાદ હોસ્પિટલે દાકલ કરવા લઈ જવાયા ત્યારે ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના નિધનથી રાજયમાં શોકની લાગણી ફેલાઈ હતી.
ઉલ્લેખનીય છે કે આઈમ્સ્ટાઈનને પડકારનાર વશિષ્ઠ નારાયણ પર જાણીતા ફિલ્મ સર્જક પ્રકાશ ઝાએ ફિલ્મ બાયોપિક બનાવવાની જાહેરાત કરી હતી. જેની જાણકારી ફિલ્મના નિર્માતા પ્રીતિ સિંહા પર નિર્માતા નમ્રતા સિંહા અને અમોદ સિંહાએ પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી. આ ફિલ્મના નિર્માતા પ્રીતિ સિંહાએ જણાવ્યું હતું કે વશિષ્ઠ નારાયણસિંહ બિહારના ખૂબ જ મોટા ગણિતજ્ઞ હતા, વર્તમાનમાં માનસિક બિમારી સિઝોફેનિયાથી પીડિત હતા પણ આ એક એવી વ્યક્તિ હતી,જેમણે આઈન્સ્ટાઈનના સાપેક્ષ વાદના સિદ્ધાંતને પડકાર આપેલો. વશિષ્ઠના બારામાં એ પર બાબત જાણીતી છે કે નાસામાં એપોલોની લોન્ચીંગ પહેલા જયારે 31
કોમ્પ્યુટર કેટલાક સમય માટે બંધ થઈ તો કોમ્પ્યુટર ઠીક થવા પર તેમનું અને કોમ્પ્યુટરનું કેલ્કયુલેશન (ગણતરી) એક હતું.
આ ગણિતજ્ઞના મૃત્યુની સાથે એવી પણ ચોંકાવનારી હકિકત બહાર આવી છે કે એમ્યુલન્સના ઇંતેજારમાં આ મહાન ગણિતજ્ઞનો મૃતદેહ એક કલાક સુધી પડયો રહ્યો હતો. જેમાં હોસ્પિટલ પ્રશાસનની ઘોર બેદરકારી બહાર આવી છે. એમ્બ્યુલન્સ માટે પાંચ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ વિગત મૃતકના સંબંધીએ આપી હતી. પાર્થિવ શરીરને ભોજપુર લઇ જવા માટે પાંચ હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા. બાદમાં આની જાણ થતાં કલેકટર કુમાર રવિ અને કેટલાક નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારબાદ પાર્થિવ દેહને એમ્બયુલન્સથી તેમના પૈત્રૃક આવાસ ભોજપુર લઇ જવાની વ્યવસ્થા થઇ હતી.
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર સહિત અનેક નેતાઓએ સ્વ.ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણસિંહને શ્રઘ્ધાંજલી આપી હતી. નીતિશકુમારે જણાવ્યું હતું કે તેમના નિધનથી ખૂબ જ દુ:ખ થયું છે. સાંસદ અને કેન્દ્રીયમંત્રી ગીરીરાજસિંહે પણ વશિષ્ઠ નારાયણસિંહના મૃત્યુ પર શોક વ્યકત કર્યો હતો.


Loading...
Advertisement