રાહુલ દેશની માફી માંગે, ભાજપે ધોકો પછાડયો

14 November 2019 07:32 PM
India
  • રાહુલ દેશની માફી માંગે, ભાજપે ધોકો પછાડયો

રાફેલ પર સુપ્રિમની કલીનચીટ બાદ કાનુન મંત્રીનાં રાહુલ પર પ્રહાર : ભ્રષ્ટાચારમાં ડૂબેલી કોંગ્રેસે જુઠ્ઠો પ્રચાર કર્યો, પણ તે ચૂંટણીમાં હારી અને રિવ્યુમાં પણ હારી:રવિશંકર પ્રસાદ

નવી દિલ્હી તા.14
કેન્દ્રીય કાનુન મંત્રી રવિશંકર પ્રસાદે આજે રાફેલ મામલે સુપ્રિમ કોર્ટના ફેસલા બાદ જણાવ્યું હતું કે કોંગ્રેસે હવે આ મામલે સતાવાર રીતે માફી માગવી જોઈએ.
રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે જેમના હાથ પુરી રીતે ભ્રષ્ટાચારથી રંગાયેલા છે દેશની સુરક્ષા સાથે જેમણે ચેડા કરેલા છે તેઓ પોતાના પ્રાયોજીત રાજનીતિક કાર્યક્રમને કોર્ટમાં ન્યાયની ગુહારનાં રૂપમાં રજુ કરી રહ્યા હતા.
પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટે રાફેલ મામલાની પુરી પ્રક્રિયાએ તપાસી ખરી બતાવી, દામની પ્રક્રિયાઓને તપાસ અને ખરી બતાવી હતી. સુપ્રિમ કોર્ટે ઓફીસરની પ્રક્રિયાને પણ સાચી ઠેરવી હતી.
રવિશંકરે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસનો રાફેલ વિરોધ સમજી વિચારીને કરાયેલુ કાવતરૂ હતું તેમણે કોંગ્રેસની નિયત પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે ડિફેન્સ કોન્ટ્રેકટમાં કોન્ટે્રકટ લેવાનો કોંગ્રેસનો ઈતિહાસ રહ્યો છે. જે લોકો કોન્ટ્રેકટમાં સફળ ન થયા, તેમણે કોશીશ કરી હતી કે આ પણ લેટ કરાયો.
પ્રસાદે જણાવ્યું હતું કે રાફેલ ડીલ પર કોંગ્રેસનાં લોકો ચૂંટણી હારી ગયા અને હવે રીવ્યુ પર પણ હારી ગયા. કાયદા મંત્રીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ કારણ કે એમણે ઓફસેટને લઈને ખોટુ બોલ્યુ હતું. એવુ ખોટુ રાહુલ બોલ્યા હતા કે ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિએ પીએમને ચોર કહ્યા છે.
જેનુ ખુદ રાષ્ટ્રપતિએ જ ખંડન કર્યું હતું. રાહુલ સંસદમાં પણ ખોટુ બોલ્યા હતા કે ફ્રાન્સનાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ડીલને ડિસ્કલોઝ કરી શકીએ છીએ જયારે ફ્રાન્સનાં રાષ્ટ્રપતિએ આ આરોપનું પણ ખંડન કરેલુ કાનુન મંત્રીએ જણાવ્યુ હતું કે રાહૂલે એ પણ ઝુક કહ્યું હતું કે આવા જુઠાણા બદલ, રાહુલે દેશની માફી માંગવી જોઈએ.


Loading...
Advertisement