બાળદિન અવસરે બાલભવનમાં બાળમેળો : દિવ્યાંગ બાળકોએ મોજ કરી

14 November 2019 07:30 PM
Rajkot
  • બાળદિન અવસરે બાલભવનમાં બાળમેળો : દિવ્યાંગ બાળકોએ મોજ કરી
  • બાળદિન અવસરે બાલભવનમાં બાળમેળો : દિવ્યાંગ બાળકોએ મોજ કરી

પૂજીત રૂપાણી ટ્રસ્ટ-સરકારી ખાતાના ઉપક્રમે યોજાયેલ મેળામાં મેજીક શો થયો

રાજકોટ તા.14
આજ રોજ તા. 14 નવેમ્બર ને બાળ દિવસ નિમિતે જિલ્લા વહીવટી તંત્ર, સમાજ સુરક્ષા ખાતું, જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નું બાલભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળ મેળાનો શુભારંભ કલેક્ટર રેમ્યા મોહને દીપ પ્રાગટ્ય વડે કર્યો હતો.
આ તકે કલેક્ટર રેમ્યા મોહને બાળ દિવસ નિમિતે બાળકોને શિક્ષણની સાથે ઈત્તર પ્રવુતિમાં રસ દાખવીને જીવનમાં આગળ વધવા માટે શુભેચ્છા પાઠવી હતી.
દેશના પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂના જન્મદિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે યોજાયેલા બાળ મેળામાં અંદાજીત 350 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. જેમાં રાજકોટની વિવીધ શાળાઓના બાળકો, સ્લમ વિસ્તારના બાળકો તથા માનસિક ક્ષતિ વાળા બાળકો જોડાયા હતા. બાળકોએ ડિ.જે ના તાલે ધુમ મચાવી હતી તેમજ પપેટ શો અને મેજીક શો જોઈને બાળપણનો નિર્દોષ આનંદ માણ્યો હતો.
આ તકે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ટ્રસ્ટી મેહુલભાઈ રૂપાણી, અનિમેષ રૂપાણી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ, ચાઈલ્ડ વેલફેર કમિટી ચેરમેન રક્ષાબેન બોળીયા, લીગલ ઓફિસર અલ્પેશ ગીરી ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement